ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

સોનીપતમાં રબરની ફેક્ટરીમાં લાગી આગ, સિલેન્ડરમાં બ્લાસ્ટ થતાં 40થી વધુ શ્રમિકો દાઝ્યા

Text To Speech
  • સિલિન્ડર ફાટતા સમગ્ર વિસ્તારમાં તબાહી મચી

હરિયાણા, 28 મે, દેશમાં ઉનાળાની સિઝનમાં ગરમીનો પારો વધુ ઊંચકાયો છે. ગરમી વધતાં આગના બનાવો પણ વધી રહ્યાં છે. દિલ્હીમાં હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના બની હતી. ત્યારે હવે સોનીપતમાં રબરની ફેક્ટરીમાં આગ લાગતાં સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો. જેમાં 40 જેટલા શ્રમિકો દાઝી ગયા હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. આગ લાગવાની ઘટનાને કારણે ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ફેક્ટરીમાં ફસાયેલા અન્ય કર્મચારીઓને બહાર કાઢવામાં આવ્યાં હતાં. ઘાયલોને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ફેક્ટરીમાં રબર હોવાના કારણે આગ ઝડપથી ફેલાઈ હતી.

આગમાં દાઝી ગયેલા શ્રમિકોને હોસ્પિટલમાં ખસેડાયા

પ્રાપ્ત વિગતો પ્રમાણે દિલ્હી પછી સોનીપત જિલ્લામાં પણ આગ લાગવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. હરિયાણામાં આગના બનાવો સતત વધી રહ્યાં છે. સોનીપતના રાય ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં રબરની ફેક્ટરીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આ દરમિયાન સિલિન્ડર બ્લાસ્ટ થતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. આ ફેક્ટરીમાં રબર બેલ્ટ બનાવવાનું કામ કરવામાં આવે છે. આગ લાગી તે સમયે ફેક્ટરીમાં ઘણા લોકો કામ કરી રહ્યા હતા. જેના કારણે 40થી વધુ કામદારો દાઝી ગયા હતા. આગની માહિતી મળતા જ સોનીપત ફાયર વિભાગ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આગમાં દાઝી ગયેલા કામદારોને સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા.

સમગ્ર જિલ્લામાંથી એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી

હાલ સોનીપત ફાયર વિભાગના કર્મચારીઓ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ દરમિયાન સોનીપત રાય પોલીસ સ્ટેશન અને ફાયર વિભાગના કર્મચારીઓ આગ કયા કારણોસર લાગી તેની તપાસ કરી રહ્યા છે. ફેક્ટરીમાં રબર હોવાના કારણે આગ ઝડપથી ફેલાઈ ગઈ હોવાનું સુત્રો જણાવી રહ્યાં છે. 16 કામદારો ત્યાંની સ્થાનિક સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડયા છે. આઠને પીજીઆઈમાં રીફર કરાયા છે. કેટલાકને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સિવિલ હોસ્પિટલમાં ઈમરજન્સી ડ્યુટી માટે તબીબોને બોલાવવામાં આવ્યા છે. સમગ્ર જિલ્લામાંથી એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી છે.

આ પણ વાંચો..દિલ્હીની વધુ એક હોસ્પિટલમાં લાગી આગ: ફાયર વિભાગની 5 ગાડીઓ ઘટના સ્થળે

Back to top button