રાજસ્થાનમાં ગરમીનો કહેર: હોસ્પિટલમાં 2 દિવસમાં પહોંચ્યા 21 મૃતદેહો
કોટા, 28 મે: રાજસ્થાનમાં કાળઝાળ ગરમી વચ્ચે કોચિંગ શહેર કોટા અને સમગ્ર જિલ્લામાં સતત બિન વારિસ મૃતદેહો મળવાની ઘટનાઓએ પોલીસ પ્રશાસનમાં હલચલ મચાવી દીધી છે. સ્થિતિ એવી છે કે છેલ્લા બે દિવસમાં કોટાની ન્યૂ મેડિકલ કોલેજ હોસ્પિટલ અને એમબીએસ હોસ્પિટલનાં શબઘરમાં કુલ 21 મૃતદેહો લાવવામાં આવ્યા છે. જેમાંથી દોઢ ડઝન મૃતદેહો બિન વારિસ છે. બંને સરકારી હોસ્પિટલોનાં શબગૃહો સતત મૃતદેહોનાં આગમનથી ભરાઈ ગયા છે. ગરમીમાં કેટલાક શરીર ઓગળી ગયા અને સડવા લાગ્યા. તેથી તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે.
મોટાભાગનાં મૃતદેહોનાં પ્રાથમિક મૂલ્યાંકનમાં ગરમીના કારણે મૃત્યુ થયાનું માનવામાં આવે છે. સોમવારે કોટામાં તાપમાન 48.2 ડિગ્રી નોંધાયું હતું. પ્રશાસને હજુ સુધી ગરમીનાં કારણે કોઈનાં મૃત્યુની પુષ્ટિ કરી નથી. તેમાંથી કોટા શહેરનાં ફૂટપાથ પર લગભગ એક ડઝન મૃતદેહો મળી આવ્યા છે. રવિવારે બપોરથી મૃતદેહો શોધવાની પ્રક્રિયા શરૂ થઈ હતી. જે મંગળવાર બપોર સુધી ચાલુ છે. કોટા શહેરમાંથી મળેલા મૃતદેહો સિવાય અન્ય મૃતદેહો કોટા જિલ્લાનાં વિવિધ વિસ્તારોમાંથી મળી આવ્યા હતા. એક-બે નજીકના બુંદી જિલ્લામાંથી આવ્યા છે.
ઘણાનાં મૃત્યુ ગરમીનાં કારણે થયા હોવાનું અનુમાન
નિષ્ણાતોનાં મતે આ સિવાય જિલ્લાનાં અન્ય શબઘરોમાંથી પણ કેટલાક બિન વારિસ મૃતદેહો મળી આવ્યા છે. આમાંના ઘણા લોકો ગરમીનાં કારણે મૃત્યુ પામ્યા હોવાની આશંકા છે. આ પૈકી એક મહિલાનાં મૃતદેહની ઓળખ થઈ ગઈ હતી. પરંતુ મૃતદેહ પાસે બેઠેલી બાળકી પાસે અંતિમ સંસ્કાર માટે પૈસા ન હતાં. સોમવારે સવારે 10 વાગ્યા સુધીમાં કોટા શહેરમાં 3 બિન વારિસ મૃતદેહો પડેલા મળી આવ્યા હતા. ત્યાર બાદ આખો દિવસ ફૂટપાથ પરથી મૃતદેહો શોધવાની પ્રક્રિયા ચાલુ રહી હતી. સાંજ સુધીમાં તેમની સંખ્યા સાત પર પહોંચી ગઈ હતી.
તંદૂરની જેમ તપી રહ્યું છે રાજસ્થાન
ઉલ્લેખનીય છે કે રાજસ્થાન છેલ્લા ચાર દિવસથી તંદૂરની જેમ તપી રહ્યું છે. મોટાભાગનાં સ્થળોએ તાપમાન 45 ડિગ્રીને પાર કરી રહ્યું છે. ફલોદીમાં તે 50 ડિગ્રીને સ્પર્શી ગયું છે. પરંતુ તો પણ આગળનાં દિવસો કરતાં થર્મોમીટરમાં પારો 49 ડિગ્રીની ઉપર છે. બાડમેરમાં પણ સોમવારે પારો 49ની ઉપર પહોંચી ગયો હતો. જ્યારે અડીને આવેલા જેસલમેરમાં પારો 48.7 ડિગ્રી, પિલાનીમાં 48.5 અને શ્રીગંગાનગરમાં 48.3 ડિગ્રી નોંધાયો હતો. ત્યાર બાદ મંગળવારે પણ ગરમીની સ્થિતિ એવી જ છે.
આ પણ વાંચો: ગુજરાત રાજ્યમાં ગરમીને લીધે 7 દિવસમાં 122 લોકો હીટ સ્ટ્રોકનો શિકાર બન્યા