ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

દિલ્હીથી વારાણસીની ઈન્ડિગો ફ્લાઈટમાં બોંબની સૂચનાથી અફરાતફરી, જાણો સમગ્ર મામલો

Text To Speech
  • ઈન્ડિગો ફ્લાઈટમાં બોંબ એલર્ટના કારણે મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા 

નવી દિલ્હી, 28 મે: દિલ્હીથી વારાણસી જઈ રહેલી ઈન્ડિગો ફ્લાઈટમાં બોંબ હોવાની માહિતી મળતાં ખળભળાટ મચી ગયો છે. વિમાનને તપાસ માટે આઈસોલેશનમાં લઈ જવામાં આવ્યું છે. એરપોર્ટ અધિકારીઓએ જણાવ્યું હતું કે, ઉડ્ડયન સુરક્ષા અને બોંબ ડિસ્પોઝલ ટીમ હાલમાં ઘટના સ્થળે છે. ફ્લાઈટમાં બોંબ હોવાની માહિતી બાદ મુસાફરોને ઈમરજન્સી એક્ઝિટથી બહાર કાઢવામાં આવ્યા હતા. આ સિવાય વિમાનને એક અલગ જગ્યાએ લઈ જવામાં આવ્યું છે અને તેની તપાસ કરવામાં આવી રહી છે.

 

શું છે સમગ્ર મામલો?

પ્રાપ્ત માહિતી અનુસાર દિલ્હીથી વારાણસી જઈ રહેલી ઈન્ડિગો ફ્લાઈટને રનવે પર જ રોકી દેવામાં આવી હતી અને ફ્લાઈટમાં સવાર લોકોને ઈમરજન્સી એક્ઝિટ આપવામાં આવી હતી. સુરક્ષાકર્મીઓની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને તપાસ ચાલી રહી છે. બોંબના સમાચાર મળતાં જ વિમાનને ખાલી કરાવવામાં આવ્યું હતું. આજે મંગળવારે સવારે 5.35 વાગ્યે દિલ્હીથી વારાણસી જતી ફ્લાઈટમાં બોંબ હોવાના સમાચાર મળતા જ ખળભળાટ મચી ગયો હતો અને એરપોર્ટ પ્રશાસન સહિત સુરક્ષા દળોને એલર્ટ કરી દેવામાં આવ્યા હતા. મુસાફરોને ઉતાવળમાં ફ્લાઇટમાંથી ઉતારી દેવામાં આવ્યા હતા અને તપાસ શરૂ કરવામાં આવી હતી.

જોકે, તમામ મુસાફરો સુરક્ષિત છે અને કોઈને નુકસાન થયું નથી. ફ્લાઈટમાં બોંબ છે કે નહીં તે તપાસ બાદ જ ખબર પડશે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા દિલ્હીની ઘણી શાળાઓને બોંબની ધમકી પણ મળી હતી, ત્યારબાદ શાળાઓને પણ ખાલી કરાવવામાં આવી હતી. જો કે, બાદમાં માહિતી બહાર આવી કે કોઈએ બોંબના નકલી સમાચાર ફેલાવ્યા હતા. આ સિવાય ગૃહ મંત્રાલયમાં પણ બોંબ હોવાના સમાચાર બહાર આવ્યા હતા, જે નકલી સાબિત થયા હતા.

આ પણ જુઓ: કબુતરબાજી કેસમાં ફેમસ યુટ્યુબર બોબી કટારીયાની ધરપકડ

Back to top button