ઉત્તર ગુજરાતગુજરાત

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ગુજરાત પોલિસની E-FIR એપ્લિકેશનનું કરશે રાજ્યવ્યાપી લોકાર્પણ

Text To Speech

25 જુલાઈથી 14 ઓગસ્ટ 2022 દરમ્યાન અમદાવાદના દરેક પોલિસ સ્ટેશન વિસ્તારો માં E-FIR અંગે જાગૃગતા વધારવા કાર્યક્રમો યોજાશે. પ્રત્યેક નાગરિક સમાજ માં શાંતિ અને સલામતી નો અહેસાસ કરી શકે તે માટે ગુજરાત પોલીસ હંમેશા કટિબદ્ધ છે. ગુનેગારોથી બે ડગલા આગળ વિચારી સતત કાર્યરત રહેતી પોલિસ નાગરિકો ને પોલિસ સુધી પહોંચવામાં ઓછા માં ઓછી મુશ્કેલી પડે તે પ્રકાર નું આયોજન પણ હાથ ધરી રહી છે. જે અંતર્ગત કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના હસ્તે ગુજરાત પોલીસ E-FIR એપ્લીકેશન લોન્ચ કરવા જઈ રહી છે.

કેવી રીતે થઈ શકશે E-FIR ?

E-FIR એપ્લીકેશનથી વાહન કે મોબાઈલ ચોરી જેવા કિસ્સામાં ઓનલાઈન FIR કરવાનો વિકલ્પ ઉપલબ્ધ થશે. ગુજરાત પોલીસના સિટીઝન પોર્ટલ અથવા સિટીજન ફર્સ્ટ મોબાઈલ એપ થી ગમે ત્યાંથી ઓનલાઈન ફરિયાદ નોંધાવી શકાશે. ફરિયાદની કોપિ પણ એપ્લીકેશન પર થી જ મળી જશે એટલું જ નહીં ફરિયાદ નોંધાયાના 48 કલાક માં જ પોલીસ ફરિયાદી નો સંપર્ક કરી ને બનાવ ની જગ્યાની મુલાકાત લેશે અને નાગરિકોને ફરિયાદ ની તપાસની પ્રગતિ બાબતે પણ SMSથી જાણ કરવામાં આવશે. વાહન કે મોબાઈલ ચોરીના કિસ્સામાં જો જે-તે વસ્તુની વિમા-પોલીસ કાર્યરત હશે તો વિમા કંપની પણ જાણ થશે જેથી નાગરિકોને વિમો મેળવવા માં સરળતા રહે. આ સમગ્ર પ્રક્રિયા બાદ પોલિસ 21 દિવસમાં જ તપાસ પૂર્ણ કરીને કોર્ટમાં રિપોર્ટ મોકલી આપશે.

E-FIR
ગુજરાત પોલીસનું  ડીજીલટાઈજેશન તરફ પ્રયાણ

E-FIR નોંધાયાના 48 કલાક માં પોલિસ સામેથી કરશે ફરિયાદીનો સંપર્ક

આમ, ગુનેગારને સજા અને નાગરિકોને સલામતી આપવાની દિશામાં રાજ્ય પોલિસનું આ પગલું ખૂબ અસરકાર રહેશે. જો કે, લોકો આ સુવિધાનો મહત્તમ લાભ લે તે માટે રાજ્ય પોલિસની સાથે અમદાવાદ પોલિસે પણ આગવું આયોજન કર્યુ છે. અમદાવાદ શહેર અને જિલ્લાના તમામ પોલિસ સ્ટેશન વિસ્તારમાં ઓછામાં ઓછો એક જાગૃતિ કાર્યક્રમ આયોજીત કરવા માટે રાજ્ય પોલિસ વડાએ પરિપત્ર જાહેર કર્યો છે.

આ કાર્યક્રમ માં

• E-FIRના ફાયદા સમજાવવામાં આવશે.
• ગુજરાત રાજ્યમાં ડીજેટીલાઈજેશન ના ઉપયોગ વિશે જાણકારી આપવામાં આવશે.
• રાજ્ય-સ્તરે તૈયાર કરાયેલી બે ફિલ્મોનું નિદર્શન કરાશે.
• કાર્યક્રમ સ્થળે QR કોડની ઉપલબ્ધતા જેના થકી નાગરિકો એપ્લિકેશનને સરળતાથી અને મહત્તમ ડાઉનલોડ કરી શકે.
• શોપિંગ મોલ, રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન સહિતના જાહેર સ્થળો પર QR કોડ ઉપલબ્ધ કરાવવામાં આવશે

Back to top button