શુક્ર-બુધની યૂતિ બનાવશે લક્ષ્મી નારાયણ યોગ, જાણો કોને થશે લાભ
- 31 મેના દિવસે બુધનો પ્રવેશ વૃષભ રાશિમાં થઈ રહ્યો છે, જ્યાં પહેલેથી જ શુક્ર ગ્રહ વિરાજમાન છે. આવા સંજોગોમાં વૃષભ રાશિમાં બુધ અને શુક્રની યુતિથી લક્ષ્મી નારાયણ યોગનું નિર્માણ થશે
શુક્ર અને બુધની યુતિ એક જ રાશિમાં બનવાનું અત્યંત શુભ માનવામાં આવે છે. બુધને જ્યોતિષશાસ્ત્રમાં વિશેષ સ્થાન પ્રાપ્ત છે. બુધને બુદ્ધિ, તર્ક, સંવાદ, ગણિત, ચતુરતા અને મિત્રતાનો કારક ગ્રહ માનવામાં આવે છે. બુધ દેવને રાજકુમાર પણ કહેવાય છે. બુધ શુભ હોય તો વ્યક્તિનું સુતેલું ભાગ્ય પણ જાગી જાય છે. 31 મેના દિવસે બુધનો પ્રવેશ વૃષભ રાશિમાં થઈ રહ્યો છે, જ્યાં પહેલેથી જ શુક્ર ગ્રહ વિરાજમાન છે. આવા સંજોગોમાં વૃષભ રાશિમાં બુધ અને શુક્રની યુતિથી લક્ષ્મી નારાયણ યોગનું નિર્માણ થશે. બુધ અને શુક્રની યુતિથી વૃષભ રાશિમાં બની રહેલો લક્ષ્મી નારાયણ યોગ કઈ રાશિના લોકો માટે ભાગ્યશાળી સાબિત થશે?
સિંહ રાશિ
સિંહ રાશિના લોકો માટે બુધ અને શુક્રની યુતિથી બનેલો લક્ષ્મી નારાયણ યોગ લાભદાયક માનવામાં આવે છે. ગ્રહોના શુભ પ્રભાવથી વેપારીઓને લાભ થશે. જીવનમાં આવી રહેલી તકલીફો ધીમે ધીમે દૂર થશે. પરિવારમાં ખુશીનો માહોલ રહેશે. ખુદને તણાવ મુક્ત અને ખુશ રાખવા માટે પ્રકૃતિમાં સમય વિતાવો અને હેલ્થનું ધ્યાન રાખો.
કર્ક રાશિ
બુધ અને શુક્રની યુતિથી બનેલો લક્ષ્મીનારાયણ યોગ કર્ક રાશિના લોકો માટે લાભકારી રહેવાનો છે. સરકારી નોકરી કરનારા લોકોને શુભ સમાચારની પ્રાપ્તિ થશે. વેપારની સ્થિતિ યોગ્ય રહેવાની છે. આર્થિક સ્થિતિમાં પહેલાની સરખામણીમાં સુધારો થઈ શકે છે. આરોગ્ય પ્રત્યે સાવધાની રાખો. પૂજા-પાઠમાં મન લગાવવું બહેતર છે.
વૃષભ રાશિ
બુધ અને શુક્રની યુતિથી બનેલો લક્ષ્મી નારાયણ યોગ વૃષભ રાશિના કેટલાક લોકોને ધનવાન બનાવી શકે છે. ઉદ્યોગપતિઓ માટે આ સારો સમય માનવામાં આવે છે. ધનનું આગમન થશે અને દેવામાંથી મુક્તિ મળશે. ફેમિલી સાથે ફરવાનો પ્લાન બનાવી શકો છો. આ સમય રોકાણ માટે પણ શુભ માનવામાં આવે છે.
આ પણ વાંચોઃ આ ચાર રાશિના લોકો હોય છે ખૂબ જ વિનમ્ર, શું તમે છો તેમાં સામેલ?