શિમલા-મનાલી જવું હોય તો જાણી લો IRCTCનું સસ્તું પેકેજ, પડી જશે મોજ
- IRCTCએ તેના ખાસ પેકેજનું નામ SCENIC HIMACHAL રાખ્યું છે. આ પેકેજ દર ગુરુવારે મુંબઈથી શરૂ થશે અને સંપૂર્ણ ટ્રેન પેકેજ 7 રાત અને 8 દિવસનું છે
આ સીઝન દરમિયાન ફરવા માટે હિમાચલ પ્રદેશ દેશના શ્રેષ્ઠ સ્થળોમાંનું એક છે. અહીં લોકો હિલ સ્ટેશનની મુલાકાત લેવા આવે છે. મિત્રો કે પરિવાર સાથે ફરવાની સાથે કેટલાય કપલ્સ અહીં હનીમૂન માટે પણ જતા હોય છે. IRCTC હિમાચલની પ્રાકૃતિક સુંદરતાનો અનુભવ કરવા માટે ખાસ ટ્રેન ટૂર પેકેજ લઈને આવ્યું છે.
7 રાત અને 8 દિવસની મોજ
IRCTCએ તેના ખાસ પેકેજનું નામ SCENIC HIMACHAL રાખ્યું છે. આ પેકેજ દર ગુરુવારે મુંબઈથી શરૂ થશે અને સંપૂર્ણ ટ્રેન પેકેજ 7 રાત અને 8 દિવસનું છે. આ પેકેજમાં, બાંદ્રા ટર્મિનસ રેલવે સ્ટેશન ચંદીગઢ સુધીની સફર થર્ડ એસીની ટિકિટથી હશે. ચંદીગઢ પહોંચ્યા બાદ હિમાચલ પ્રદેશની મુસાફરી એસી ગાડીથી થશે.
શિમલા, મનાલી અને ચંદીગઢ ફરી શકશો
તમે આ પેકેજમાં શિમલા, મનાલી અને ચંદીગઢ ફરી શકશો, તેમાં જેમાં તમે ચંદીગઢમાં 1 રાત અને મનાલી અને શિમલામાં 2-2 રાત વિતાવી શકશો. આ ઉપરાંત તમને મીલ પ્લાનમાં 4 બ્રેકફાસ્ટ અને 5 ડિનર મળશે. આ પેકેજમાં સીટોની કુલ સંખ્યા 10 હશે. આ પેકેજમાં તમને ટ્રાવેલ ઈન્શ્યોરન્સ પણ આપવામાં આવશે.
પેકેજ ચાર્જ 34,000 રૂપિયા
જો તમે આ પેકેજ તમારા માટે બુક કરવાનું વિચારી રહ્યા છો તો તમારે 48,100 રૂપિયા ચૂકવવા પડશે. જ્યારે ડબલ શેરિંગ માટે 35,800 રૂપિયા અને ટ્રિપલ શેરિંગ માટે 34,000 રૂપિયાનો ખર્ચ થશે. જ્યારે 5થી 11 વર્ષના બાળક માટે બેડ લેશો તો 29,300 રૂપિયા અને બેડ નહીં લો તો 27,300 રૂપિયા ચૂકવવા પડશે.
આ પણ વાંચોઃ શ્રીનગરની મુલાકાત એટલે ધરતી પરનું સ્વર્ગ, ખાસ જજો આ છ જગ્યાએ