ગુજરાતના આ શહેરોમાં આગામી 2 દિવસ હીટવેવની આગાહી
- સૌથી વધુ તાપમાન વલ્લભવિદ્યાનગરમાં 43.7 ડિગ્રી નોંધાયુ
- તા.1લી જૂન આસપાસ કેરળમાં વિધિવત ચોમાસાની એન્ટ્રી થઈ જવાની શક્યતા
- રવિવાર અને સોમવાર બે દિવસ બનાસકાંઠા અને સાબરકાંઠામાં યલો એલર્ટ રહેશે
મે મહિનામાં આકાશમાંથી અગનવર્ષા થતી હોય તેવી ગરમી પડી છે. વિતેલા અઠવાડિયામાં તો જાણે સૂર્ય નારાયણે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધુ હોય તેમ ચામડી દાઝી જાય તેવી આકરી ગરમી લોકોને સહન કરવી પડી છે. પરંતુ હવે આ મહિનાના અંતમાં જ ગરમીમાં ઘટાડો થવા લાગ્યો છે. શનિવાર સુધી ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લીમાં ઓરેન્જ એલર્ટ રહેતાં લોકો તોબાહ પોકારી ગયા છે.
સૌથી વધુ તાપમાન વલ્લભવિદ્યાનગરમાં 43.7 ડિગ્રી નોંધાયુ
હવે ગરમીમાં આંશિક ઘટાડો થવા લાગ્યો છે. રવિવાર અને સોમવાર બે દિવસ બનાસકાંઠા અને સાબરકાંઠામાં યલો એલર્ટ રહેશે. બાદમાં સમગ્ર ઉત્તર ગુજરાતમાં હવે આગામી ચાર દિવસ સુધી ગરમીનું કોઈ એલર્ટ ન હોવાની હવામાન વિભાગે આગાહી કરતાં લોકોએ હાશકારો અનુભવ્યો છે.હવે જૂન મહિનાની શરૂઆતમાં જ પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે. તેમજ એલર્ટ હેઠળ 41થી 43 ડિગ્રીની આસપાસ મહત્તમ તાપમાન નોંધાશે. રાજ્યમાં આગામી 2 દિવસ હીટવેવની આગાહી કરવામાં આવી છે. જેમાં સાબરકાંઠા, બનાસકાંઠામાં હીટવેવની આગાહી છે. તેમજ ગાંધીનગર, અમદાવાદ, આણંદમાં હીટવેવ રહેશે. તથા વડોદરા, સુરેન્દ્રનગર તથા બોટાદ અને કચ્છમાં પણ હીટવેવની અસર રહેશે.
સુરેન્દ્રનગરમાં 42.8 ડિગ્રી તાપમાન તથા રાજકોટમાં 40.7 ડિગ્રી તાપમાન
ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં 43.2, ગાંધીનગરમાં 43 ડિગ્રી તાપમાન તથા ડીસામાં 42.2, વડોદરામાં 42 ડિગ્રી તાપમાન સાથે કંડલામાં 43.6, સુરેન્દ્રનગરમાં 42.8 ડિગ્રી તાપમાન તથા રાજકોટમાં 40.7, ભાવનગરમાં 39.96 ડિગ્રી તાપમાન રહ્યું છે. રાજ્યમાં અંગ દઝાડતી ગરમીનો અહેસાસ થઇ રહ્યો છે. દેહ દઝાડતી ગરમીમાં રવિવારથી ઘટાડો નોંધાયો છે અને આજે સોમવારે માત્ર બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં જ યલો એલર્ટ હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યુ છે. આ એલર્ટ હેઠળ 41થી 43 ડિગ્રીની આસપાસ મહત્તમ તાપમાન નોંધાશે. જ્યારે બાકીના બાકીના જિલ્લાઓ મહેસાણા, પાટણ અને અરવલ્લીમાં તાપમાન સામાન્ય રહેશે અને પારો 40 ડિગ્રીની આસપાસ રહી શકે છે.
તા. 1લી જૂન આસપાસ કેરળમાં વિધિવત ચોમાસાની એન્ટ્રી થઈ જવાની શક્યતા
ગત તા. 18મી મેથી આકરી ગરમીનો રાઉન્ડ શરૂ થયો હતો અને 23મી મે સુધીમાં તો જાણે અંગારા વરસતા હોય તેવી કાળઝાળ ગરમી પડી હતી. પરંતુ હવે ધીમે-ધીમે ગરમીમાં ઘટાડો થઈ રહ્યો હોય લોકો આંશિક રાહત અનુભવી રહ્યા છે. હવે જૂન મહિનાની શરૂઆતમાં જ પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે. ત્યારે ગરમી સામાન્ય રહેવાની શક્યતાઓ છે.આ વર્ષે દેશમાં ચોમાસુ વહેલુ શરૂ થવાની શક્યતાઓ છે. બીજી તરફ હવામાન નિષ્ણાતોના મતે બંગાળની ખાડીમાં સર્જાયેલ વાવાઝોડું ચોમાસાને આગળ વધારી રહ્યુ હોય તા. 1લી જૂન આસપાસ કેરળમાં વિધિવત ચોમાસાની એન્ટ્રી થઈ જવાની શક્યતા છે.