ટ્રેન્ડિંગવર્લ્ડસાયન્સ એન્ડ ટેકનોલોજી

ભવિષ્યમાં ફરી જીવિત થઈ શકાશે! આ કંપનીએ એક વ્યક્તિના મૃતદેહને ફ્રીઝ કરીને રાખ્યો

  • 80 વર્ષની વયે મૃત્યુ પામેલા વ્યક્તિના મૃતદેહને ક્રાયોજેનિક પદ્ધતિઓનો ઉપયોગ કરીને ફ્રીઝ કરવામાં આવ્યો 

HD ન્યૂઝ ડેસ્ક, 27 મે: મૃત્યુ એક અટલ સત્ય છે, જે દરેક મનુષ્ય માટે આવે જ છે. જેમાંથી કોઈ બચી શકે તેમ નથી. હા, એ અલગ વાત છે કે કેટલાક 20-30 વર્ષની ઉંમરે મૃત્યુ પામે છે જ્યારે કેટલાક 100 વર્ષથી વધુ જીવે છે. વિજ્ઞાનીઓએ ગમે તેટલી પ્રગતિ કરી હોય, પરંતુ આજે પણ તેઓ મૃત્યુના આ રહસ્યને સમજી શક્યા નથી. જો કે, કેટલાક વિજ્ઞાની આશા રાખે છે કે, મૃત વ્યક્તિને ભવિષ્યમાં ચોક્કસપણે જીવંત કરી શકાશે. સદર્ન ક્રાયોનિક્સ(Southern Cryonics)  નામની કંપનીએ તેના પ્રથમ ગ્રાહકના મૃતદેહને એ આશા સાથે ફ્રીઝ કરી દીધું છે કે તેને ભવિષ્યમાં ફરીથી જીવિત કરી શકાય. આ 80 વર્ષના વૃદ્ધના શરીરને ફ્રીઝ કરવા પાછળ કંપનીનો કુલ ખર્ચ લગભગ 92 લાખ રૂપિયા થયો છે. આ વ્યક્તિનું 12 મેના રોજ હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું.

સદર્ન ક્રાયોનિક્સના ફિલિપ રોડ્સે જાહેરાત કરી હતી કે, કંપનીએ ક્રાયોજેનિક પદ્ધતિઓનો ઉપયોગ કરીને સિડનીના એક માણસને સફળતાપૂર્વક ફ્રીઝ કરી દીધો છે. આ મહિનાની શરૂઆતમાં, આ વ્યક્તિનું 80 વર્ષની વયે અવસાન થયું હતું. ફિલિપે ન્યૂઝને કહ્યું હતું કે, ‘તે ખૂબ જ તણાવપૂર્ણ હતું. આ તે વસ્તુ હતી જેણે મારી એક અઠવાડિયા સુધી ઊંઘ ઉડાળી દીધી હતી, કારણ કે જુદા જુદા દિવસોમાં ઘણી જુદી જુદી પ્રક્રિયાઓમાંથી પસાર થવું પડતું હતું અને એવી ઘણી પરિસ્થિતિઓ હતી કે જે ખોટી પણ થઈ શકી હોત જો અમે યોગ્ય રીતે તૈયારી ન કરી હોત.

મૃતદેહને ફ્રીઝ કરવા માટે 92 લાખનો ખર્ચ કરાયો 

લેડબાઈબલ(LadBible) નામની વેબસાઈટના રિપોર્ટ અનુસાર, ફિલિપે કહ્યું કે ‘તે વૃદ્ધના પરિવારે અમને અચાનક ફોન કર્યો. આવી સ્થિતિમાં, અમારી પાસે તૈયારી કરવા અને તમામ વ્યવસ્થા કરવા માટે લગભગ એક અઠવાડિયાનો સમય હતો. 12 મેના રોજ સિડનીની એક હોસ્પિટલમાં આ વ્યક્તિનું અવસાન થયું, ત્યારબાદ કંપનીએ તરત જ તેના શરીરને ફ્રીઝ કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી. આ પ્રક્રિયાનો કુલ ખર્ચ 88 હજાર પાઉન્ડ એટલે કે લગભગ 92 લાખ રૂપિયા હતો.

કેવી રીતે મૃતદેહને ફ્રીઝ કરવામાં આવ્યો?

અહેવાલો અનુસાર, મૃતદેહને પહેલા હોસ્પિટલના કોલ્ડ રૂમમાં લઈ જવામાં આવ્યો હતો અને તેને બરફમાં પેક કરવામાં આવ્યો હતો. ત્યારબાદ નિષ્ણાતોએ તેના કોષોને સાચવવા માટે શરીરમાંથી પ્રવાહી પમ્પ કર્યું. ત્યારબાદ શરીરને સૂકા બરફમાં પેક કરવામાં આવ્યું હતું, જેના કારણે તાપમાન માઈનસ 80 ડિગ્રી સેલ્સિયસ થઈ ગયું હતું. જ્યારે માણસનું શરીર બીજા દિવસે સદર્ન ક્રાયોનિક્સની હોલબ્રુક સુવિધા કેન્દ્ર ખાતે પહોંચ્યું, ત્યારે તેનું તાપમાન માઈનસ 200 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટાડી દેવામાં આવ્યું અને પછી તેને એક ખાસ ટાંકીમાં મૂકવામાં આવ્યું જે વેક્યૂમ સ્ટોરેજ પોડ તરીકે કામ કરે છે.

આવી ટેક્નોલોજી 250 વર્ષ પછી આવી શકે છે

 અહેવાલ મુજબ, આ સમગ્ર પ્રક્રિયામાં કુલ 10 કલાકનો સમય લાગ્યો અને આ બધું એટલા માટે કરવામાં આવ્યું જેથી આ વૃદ્ધ વ્યક્તિને ભવિષ્યમાં જીવિત કરી શકાય. ફિલિપ દાવો કરે છે કે ‘આગામી 250 વર્ષોમાં શક્ય છે કે મેડિકલ ટેક્નોલોજી તમારા મગજને વાસ્તવિક દુનિયામાં તંદુરસ્ત યુવાન શરીરમાં રૂપાંતરિત કરવા માટે ઉપલબ્ધ હશે, જો તમે ઇચ્છો તો.’ આવી સ્થિતિમાં, તમારી પાસે ભૂતકાળની સાથે સાથે વર્ચ્યુઅલ વિશ્વની તમામ જાણકારી હશે.

આ પણ જુઓ: બોલો આ ભાઈને શ્વાન, પાંડા, શિયાળ બિલાડી બનીને જીવવું છે અને એ માટે ખર્ચે છે લાખો રૂપિયા

Back to top button