નરને માદા બનાવવું બન્યું સરળ, વિજ્ઞાનીઓએ રંગસૂત્રો સાથે કર્યો આ પ્રયોગ
HD ન્યૂઝ ડેસ્ક, 26 મે : હવે કોઈપણ નર જીવને માદામાં રૂપાંતરિત કરવું ખૂબ જ સરળ બની ગયું છે. વિજ્ઞાનીઓએ રંગસૂત્રો( Chromosomes) સાથે એવો પ્રયોગ કર્યો કે નર ઉંદર માદા બની ગયો. સસ્તન પ્રાણીઓના રંગસૂત્રોમાં(Chromosomes) કોઈપણ જીવનું લિંગ નક્કી કરવાની શક્તિ હોય છે. રંગસૂત્રો(Chromosomes) નક્કી કરે છે કે કોઈપણ જીવનું બાળક પુરુષ હશે કે સ્ત્રી.
એક નવા અભ્યાસમાં સામે આવ્યું છે કે વાય રંગસૂત્રોના કેટલાક નાના કણોને દૂર કરીને, નર જીવ માદા બની શકે છે. આ નાના કણોને માઇક્રોઆરએનએ (mircoRNAs) ) કહેવામાં આવે છે. આ અભ્યાસ તાજેતરમાં નેચર કોમ્યુનિકેશનમાં પ્રકાશિત થયો છે. તે દર્શાવેછે કે, કેવી રીતે નર ઉંદરમાંથી માઇક્રોઆરએનએ દૂર કરતાં જ તે માદા માં ફેરવાઇ ગયું હતું.
આ પ્રક્રિયાથી સેક્સ રિવર્સલની(Sex Reversal) પ્રક્રિયા સરળ બની ગઈ છે. ગ્રેનાડા યુનિવર્સિટીના જિનેટિક્સના પ્રોફેસર અને આ અભ્યાસના સહ-લેખક રાફેલ જિમેનેઝે કહ્યું કે અમે અમારા અભ્યાસના પરિણામો પર વિશ્વાસ કરી શકતા નથી. આના દ્વારા ભવિષ્યમાં બાળકોની ઈચ્છા મુજબ તેમના લિંગ નક્કી કરી શકાય છે. સેક્સ રેશિયો કોઈપણ દેશમાં સુધારી શકાય છે.
SRY જનીન લિંગ નિર્ધારણ માટે કામ કરે છે
સસ્તન પ્રાણીઓમાં લિંગ નિર્ધારણ એ વિરોધી જનીનો વચ્ચેના ચોક્કસ સંતુલનનું પરિણામ છે. એક જનીન પુરૂષના શરીરનો વિકાસ કરે છે જેમ કે શરીરના વાળ, અંડકોષ. બીજા જનીન સ્ત્રીઓનું શરીર બનાવે છે, જેમ કે અંડાશય, ગર્ભાશય વગેરે. આ કાર્ય ગર્ભધારણના થોડા અઠવાડિયામાં થઈ જાય છે.
રાફેલના સાથીદાર ફ્રાન્સિસ્કો બેરીઓન્યુવેએ જણાવ્યું હતું કે ઉત્ક્રાંતિના પ્રારંભિક તબક્કામાં, સસ્તન પ્રાણીઓમાં તે નક્કી કરવાની શક્તિ હતી કે તેઓ પુરુષ કે સ્ત્રી જન્મશે. Y રંગસૂત્રોમાં એક જનીન જોવા મળે છે, જેનું નામ SRY છે. આ જનીન નક્કી કરે છે કે પુરૂષના અંડકોષ બનશે કે નહીં. SRY જનીન ગુમ થતાં જ તે X રંગસૂત્રમાં ફેરવાય છે, જે સ્ત્રીના અંડાશય બનાવે છે.
માઇક્રોઆરએનએ નક્કી કરે છે કે શું ઉત્પન્ન થશે?
માનવ જીનોમ સહિત 98 ટકા સસ્તન સજીવોના ડીએનએમાં પ્રોટીન માટે કોડિંગ થતું નથી. તેથી, વૈજ્ઞાનિકો હજુ સુધી એ સમજી શક્યા નથી કે અન્ય કયા જનીનો લિંગ નક્કી કરવામાં મદદ કરે છે. જેને લાંબા સમયથી જંક ડીએનએ કહેવામાં આવે છે તે ખરેખર બિન-કોડિંગ આરએનએમાં ફેરવાય છે.
આરએનએ શરીરમાં ઘણી જૈવિક પ્રક્રિયાઓને અસર કરે છે. આમાંનો ચોથો ભાગ માઇક્રોઆરએનએ છે. આ ઘણા પ્રકારના જનીનો સાથે સંકળાયેલા છે. વૈજ્ઞાનિકોએ હજારો માઇક્રોઆરએનએમાંથી છ શોધ્યા. આ છ માઇક્રોઆરએનએ લિંગ નક્કી કરવામાં મોટી ભૂમિકા ભજવે છે.
પ્રયોગ આ રીતે કરવામાં આવ્યો હતો
આ પછી, વૈજ્ઞાનિકોએ ઉંદરના વિકાસશીલ ભ્રૂણમાંથી આ છ જનીનોને દૂર કર્યા. તેઓ જાણતા ન હતા કે કયા ઉંદરના વિકાસશીલ ગર્ભમાં કયો રંગસૂત્ર સમૂહ છે. એટલે કે XY અથવા XX રંગસૂત્ર. પરંતુ કયા જીન્સને દૂર કરવાથી શું થશે તેની જાણ હતી. તરત જ તેમણે છ જીન્સ કાઢી નાખ્યા. XY રંગસૂત્ર ધરાવતું ઉંદર માદામાં બદલાવા લાગ્યું. જ્યારે XX એક પુરુષ રહ્યો.
આ પણ વાંચો :ઓડિશા/ ભાજપના ઉમેદવાર પર EVMમાં તોડફોડનો આરોપ, ધરપકડ બાદ જેલમાં મોકલવામાં આવ્યા