ગુજરાતટ્રેન્ડિંગ

રાજકોટમાં આગની ઘટના બાદ સુરત ફાયર વિભાગ પણ એલર્ટ મોર્ડ પર આવતા સામે આવી ચોંકાવનારી માહિતી

Text To Speech
  • સુરતમાં અલગ અલગ વિભાગના અધિકારીઓની સંયુક્ત બેઠક બોલાવવામાં આવી
  • ગેમ ઝોન પર અલગ-અલગ ટીમો ફાયરના સાધનો તેમજ NOCની તપાસ કરશે
  • સુરત શહેરમાં પણ પતરાના શેડમાં ગેમિંગ ઝોન ઠેર ઠેર છે

રાજકોટમાં આગની ઘટના બાદ સુરત ફાયર વિભાગ પણ એલર્ટ મોર્ડ પર આવતા સામે આવી ચોંકાવનારી માહિતી છે. જેમાં સુરત ફાયર વિભાગના ચીફ ફાયર ઓફિસર અને અન્ય અધિકારીઓ દ્વારા મીટીંગ યોજાઈ છે. મીટીંગમાં તમામ ઝોનમાં 1 ટીમ બનાવી ગેમ ઝોનમાં તપાસ કરવામાં આવશે.

આ પણ વાંચો: રાજકોટ ગેમઝોન આગ હોનારતનો મુદ્દો ગુજરાત હાઇકોર્ટમાં પહોંચ્યો 

ગેમ ઝોન પર અલગ-અલગ ટીમો ફાયરના સાધનો તેમજ NOCની તપાસ કરશે

રાજકોટમાં બનેલી ઘટના બાદ સુરત ફાયર વિભાગ પણ એલર્ટ મોર્ડ પર આવ્યું છે,ચીફ ફાયર ઓફીસ દ્રારા તમામ અધિકારીઓ સાથે મીટીંગ યોજવામાં આવી હતી અને કહેવામાં આવ્યું હતું કે સુરતમાં અલગ-અલગ જગ્યાઓ પર 16 ગેમઝોન આવેલા છે તે તમામ ગેમ ઝોન પર અલગ-અલગ ટીમો ફાયરના સાધનો તેમજ NOCની તપાસ કરશે,તો તપાસ દરમિયાન કઈ પણ ખામી નિકળશે તો તાત્કાલિક તે ગેમ ઝોનના માલિક સામે કાર્યવાહી કરવામાં આવશે.તો તપાસ દરમિયાન સામે આવ્યું છે કે 6 ગેમઝોન પાસે ફાયરની NOC નથી.

TRP અગ્નિકાંડ બાદ સુરત તંત્ર હવે જાગ્યું છે

TRP અગ્નિકાંડ બાદ સુરત તંત્ર હવે જાગ્યું છે,નાટક કરવા મીટિંગ બોલાવી અને હવે તપાસ કરવા માટે આદેશ કરવામાં આવ્યા છે,આ મીટીંગમાં પોલીસ, ફાયર, મનપા, વીજકંપનીના અધિકારીઓ હાજર રહ્યાં છે. સુરત શહેરમાં પણ પતરાના શેડમાં ગેમિંગ ઝોન ઠેર ઠેર છે. મોટા ભાગના પતરા શેડમાં ફાયર સેફટી હોતી નથી તેના કારણે આગની ઘટનાઓ બનતી હોય છે.જે ગેમિંગ ઝોનમાં સાધનો હોય છે તે રબ્બરમાંથી બનાવેલા હોય છે તેના કારણે આગ લાગવાની ઘટના બનતી હોય છે.

સુરતમાં અલગ અલગ વિભાગના અધિકારીઓની સંયુક્ત બેઠક બોલાવવામાં આવી

રાજકોટમાં બનેલી ઘટના બાદ આજે સુરતમાં અલગ અલગ વિભાગના અધિકારીઓની સંયુક્ત બેઠક બોલાવવામાં આવી હતી. આનંદ મેળા ગેમ ઝોન વોટરપાર્ક સહિત જે મોટા મોલ છે ત્યાં અલગ અલગ ટીમો દ્વારા તપાસ કરવામાં આવશે. જો પૂરતી વ્યવસ્થા નહીં હોય તો તેને તાત્કાલિક દૂર કરવામાં આવશે. પરમિટ આપવામાં આવી છે કે નહીં અને કેટલી કેપીસીટી છે તે અંગે તપાસ કરવામાં આવશે. સાથે સાથે ફાયર સેફટીના કેટલા સાધનો ઉપલબ્ધ છે તે અંગેની પણ તપાસ કરાશે.

Back to top button