ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : ગરમીના પ્રકોપ વચ્ચે અંબાજી બસ ડેપોમાં ઠંડી છાસનું કરાયું વિતરણ

Text To Speech
  • છાશ પી મુસાફરોએ હાશકારો અનુભવ્યો
  • યુનિયન દ્વારા નિઃશુલ્ક છાસ વિતરણનું આયોજન કરાયું

પાલનપુર 25 મે 2024 :  હાલમાં સમગ્ર રાજ્યની સાથે બનાસકાંઠા જિલ્લામાં પણ ગરમીનો પ્રકોપ વધ્યો છે. હિટવેવને પગલે લોકો ગરમીથી રાહત મેળવવા અનેકવિધ ઉપાયો અજમાવી રહ્યા છે. ત્યારે યાત્રાધામ અંબાજી ખાતે એસ.ટી.ડેપો અંબાજીના ત્રણ યુનિયન દ્વારા કર્મચારીઓ, વેપારીઓ અને મુસાફર જનતા માટે ઠંડી છાસનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.

હાલમાં પડી રહેલ કાળઝાળ ગરમીના પ્રકોપથી મુક્તિ મળે તે ઉદ્દેશ્યથી અંબાજી ડેપો દ્વારા કર્મચારીઓ માટે બે દિવસ અગાઉ ORS પેકેટ વિતરણ કરવામાં આવ્યા હતા. પરંતુ ગરમીના પ્રમાણને જોતા માત્ર કર્મચારીઓ જ નહિ પરંતુ જાહેર જનતા જે નિગમનું હૃદય છે એ પણ આવી કાળઝાળ ગરમીમાં રાહત મેળવી શકે એવા ઉમદા વિચારને અમલમાં મૂકતા આજરોજ અંબાજી એસ.ટી ડેપોના ત્રણે માન્ય યુનિયનના પ્રતિનિધિઓ અનેશસિંહ ચાવડા, પ્રમુખ શ્રી પાલનપુર વિભાગ, રાજેન્દ્રસિંહ દિયોલ, યુનિટ મંત્રી, મજૂર મહાજન યુનિયન, અરવિંદસિંહ ચાવડા, યુનિટ મંત્રી BMS, તેજસિંહ સોલંકી, યુનિટમંત્રી, કર્મચારી મંડળ અને લાયન્સ ક્લબ અંબાજીના સાથ સહકાર થકી અંબાજી એસ.ટી ડેપોમાં આવનાર તમામ મુસાફર જનતા માટે તેમજ આસપાસના વ્યાપારી મિત્રો માટે આશરે 300 લીટર ઠંડી છાસનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ગરમીના પ્રકોપ વચ્ચે ઠંડી મધુરી છાસ પી મુસાફર જનતાએ હાશકારો અનુભવ્યો હતો. તેમજ અંબાજી એસ.ટી.ડેપોની ઉમદા ભાવનાને બિરદાવી હતી. અંબાજી એસ.ટી ડેપો મેનેજરશ્રી રઘુવીરસિંહ દ્વારા તમામનો આભાર વ્યકત કરી આ કાર્યક્રમમાં સક્રિય રહી છાસ વિતરણ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

આ પણ વાંચો : બનાસકાંઠા : ડીસાના ગંગાજી વ્હોળા પાસે ડિવાઇડર સાથે અથડાતા બાઈક ચાલક ગંભીર

Back to top button