અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગમધ્ય ગુજરાત

અમદાવાદ: બંગાળમાં ઓબીસી અનામત લઘુમતી સમાજને આપવાનો નિર્ણય વિવાદાસ્પદ; ભાજપે કર્યો આક્ષેપ

Text To Speech

અમદાવાદ 25 મે 2024: પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનરજી દ્વારા હાઈકોર્ટે સ્ટે આપ્યો હોવા છતાં ઓબીસીને મળનારી અનામત લઘુમતી સમાજને આપવાનો વિવાદાસ્પદ નિર્ણય લેવામાં આવ્યો હોવાનો ભાજપે આક્ષેપ કર્યો હતો.

મમતા બેનર્જીએ સંવિધાનનો ભંગ કર્યો: મયંક નાયક
લાલ દરવાજામાં ભાજપે કરેલા વિરોધ પ્રદર્શનમાં પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનરજી ‘હાય હાય, ઈન્ડી ગઠબંધન હાય હાય’ના સૂત્રોચ્ચાર કરાયા હતા. સૂત્રોચ્ચાર પછી રાજ્યસભા સાંસદ મયંક નાયકે કહ્યું હતું કે, મમતા બેનરજીએ સંવિધાનના શપથ લીધા છે, પણ તે જ સંવિધાનનો ભંગ કરી રહ્યાં છે.

મમતા બેનરજીનો લઘુમતી સમાજને અનામત આપશે: ભાજપ
દેશમાં અત્યારે લોકસભાની ચૂંટણી ચાલી રહી છે ત્યારે હાઈ કોર્ટે ઓબીસી સમાજને અનાતમ ફાળવવાનો આદેશ આપ્યો છે. આ આદેશને અવગણીને પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનરજીએ લઘુમતી સમાજને અનાતમ ફાળવવાનું નક્કી કર્યું છે. મમતા બેનરજીના નિર્ણયના વિરોધમાં કર્ણાવતી શહેર ભાજપે લાલ દરવાજા સ્થિત રૂપાલી સિનેમા પાસે સૂત્રોચ્ચાર સાથે દેખાવો કર્યા હતા.

ઇન્ડી ગઠબંધનની માનસિકતા ખુલ્લી પડી: ભાજપ
તેઓ આવા નિર્ણયથી તૃષ્ટીકરણની રાજનીતિ રમી રહ્યાં છે. સંવિધાન પ્રમાણે દેશમાં એસસી, એસટી, ઓબીસી સમાજને અનામત આપવાને બદલે ધર્મના આધારે મુસ્લિમ સમાજને અનામત આપવાની માનસિકતા ઇન્ડિ ગઠબંધનની ખુલ્લી પડી ગઈ છે.

Back to top button