ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલહેલ્થ

લેપટોપ ખોળામાં રાખીને કામ તો નથી કરતા ને? હેલ્થ સાથે ન રમશો રમત

  • આજકાલ લોકો બેગમાંથી લેપટોપ કાઢીને કામ કરવાનું શરૂ કરી દે છે. શું તમને પણ એવી આદત છે? શું તમે જાણો છો કે લાંબા સમય સુધી લેપટોપ ખોળામાં રાખીને કામ કરવાથી શું નુકશાન થઈ શકે છે?

મોટાભાગના લોકો લેપટોપનો ઉપયોગ ખોળામાં રાખીને કરે છે. તેનું નામ પણ કદાચ એટલા માટે જ લેપ-ટોપ પડ્યું હશે, લેપ મતલબ કે ખોળો, નાનકડું પોર્ટેબલ ડિવાઈસ જેને તમે ખોળામાં રાખીને કામ કરી શકો છો. આજે વર્ક ફ્રોમ હોમ હોય કે કોઈ જરૂરી મીટિંગ હોય, લોકો બેગમાંથી સીધું લેપટોપ ખોળામાં રાખીને કામ કરવાનું શરૂ કરી દે છે. શું તમને પણ એવી આદત છે? શું તમે જાણો છો કે લાંબા સમય સુધી લેપટોપ ખોળામાં રાખીને કામ કરવાથી શું નુકશાન થઈ શકે છે? ખોળામાં લેપટોપ રાખીને કામ કરવું ભલે તમને સારું લાગતું હોય, પરંતુ તમે તમારી હેલ્થ સાથે રમત રમી રહ્યા છો. ખોળામાં લેપટોપ રાખીને તેનો ઉપયોગ કરવાથી ફર્ટિલિટી, અનિંદ્રા અને અન્ય સમસ્યાઓ જન્મી શકે છે.

ખોળામાં લેપટોપ રાખીને યુઝ કરવાના નુકસાન

લેપટોપ ખોળામાં રાખીને કામ તો નથી કરતા ને? હેલ્થ સાથે ન રમશો રમત hum dekhenge news

ટોસ્ટેડ સ્કિન સિન્ડ્રોમ

ઘણી વખત લેપટોપમાંથી નીકળતી ગરમ હવાના કારણે ત્વચામાં બળતરા થવા લાગે છે તેને ટોસ્ટેડ સ્કિન સિન્ડ્રોમનું નામ આપવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે લેપટોપમાંથી નીકળતી હીટના કારણે ત્વચા પર હળવા અને ટ્રાંસિએન્ટ રેડ રેશિઝ થઈ જાય છે. એક મેડિકલ રિપોર્ટમાં સામે આવ્યું છે કે લાંબા સમય સુધી ત્વચાની બાજુમાં લેપટોપ જેવા ઉપકરણો રાખવાથી અસામાન્ય દેખાતી ત્વચાની સ્થિતિ કે લાંબા સમય સુધી ગરમીના સંપર્કમાં રહેવાના કારણે દાણા થઈ શકે છે.

કમરનો દુખાવો

ખોળામાં લેપટોપ રાખીને યુઝ કરવાથી અને ખોટી મુદ્રામાં બેસવાથી વ્યક્તિને કમર દર્દની તકલીફ થઈ શકે છે, જેની અસર વ્યક્તિની મેન્ટલ હેલ્થ પર પણ પડે છે. આ સમસ્યાથી બચવા માટે લેપટોપને ડેસ્ક પર રાખીને યુઝ કરો.

લેપટોપ ખોળામાં રાખીને કામ તો નથી કરતા ને? હેલ્થ સાથે ન રમશો રમત hum dekhenge news

ફર્ટિલિટી પર થાય છે અસર

અમેરિકન સોસાયટી ઓફ રિપ્રોડક્ટિવ મેડિસિન દ્વારા કરવામાં આવેલા એક અભ્યાસમાં સામે આવ્યું છે કે ખોળામાં લેપટોપ રાખીને કામ કરવાથી પ્રજનન ક્ષમતા પ્રભાવિત થઈ શકે છે. લેપટોપમાંથી નીકળતી ગરમ હવા શુક્રાણુઓની સંખ્યા અને ગુણવત્તાને પ્રભાવિત કરી શકે છે. આવું થવાનું કારણ એ છે કે લાંબા સમય સુધી ગરમીના સંપર્કમાં રહેવાથી અંડકોશનું તાપમાન વધી શકે છે.

આઈ સ્ટ્રેનની સમસ્યા

લેપટોપ પર લાંબા સમય સુધી કામ કરવાથી આંખો પર તેની અસર થાય છે. આ કારણે તમારી આંખમાં ખેંચાણ, ડ્રાયનેસ, માથાનો દુખાવો થઈ શકે છે. બીજી બાજુ લેપટોપના ઉપયોગથી પગને ચિપકાવીને બેસવાથી લેપટોપના રેડિએશનની સીધી અસર થાય છે. ડિવાઈસમાંથી નીકળતી હિટ તમને બીમાર બનાવી શકે છે.

આ પણ વાંચોઃ કોરોનાને કારણે લોકોની સરેરાશ ઉંમરમાં મોટો ઘટાડો થયો છે, સાથે આ રોગોનું જોખમ પણ વધી ગયું : WHO

Back to top button