ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલફોટો સ્ટોરીવીડિયો સ્ટોરી

છત્તીસગઢની સૌથી મોટી ગનપાઉડર ફેક્ટરીમાં આગ: દૂર-દૂર સુધી વિસ્ફોટનો અવાજ સંભળાયો, 6 ઘાયલ

Text To Speech
  • SDRF અને પોલીસ પ્રશાસનની ટીમોએ ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી શરૂ કરી, એમ્બ્યુલન્સ પણ હાજર 

રાયપુર, 25 મે: છત્તીસગઢની સૌથી મોટી ગનપાઉડર ફેક્ટરીમાં આજે શનિવારે સવારે જોરદાર વિસ્ફોટ થયો હતો. આ પછી ફેક્ટરીમાં આગ લાગી હતી. આગની ઘટના બેમેત્રા જિલ્લા(Bemetara district)થી 70 કિલોમીટર દૂર બોરસી(Borsi) નામના ગામમાં બની હતી. SDRF અને પોલીસ પ્રશાસનની ટીમો પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. સ્થળ પર એમ્બ્યુલન્સ પણ બોલાવવામાં આવી છે. આગ એટલી ભીષણ છે કે, તેની જ્વાળાઓ દૂર દૂર સુધી જોઈ શકાય છે. ફેક્ટરીમાં થયેલા આ વિસ્ફોટનો અવાજ કેટલાય કિલોમીટર સુધી સંભળાયો હતો. મળતી માહિતી મુજબ, આ ઘટનામાં 6 લોકો ઘાયલ થયા છે.

 

 

જિલ્લા વહીવટીતંત્રના એક અધિકારીએ જણાવ્યું હતું કે, વિસ્ફોટ બેરલા વિકાસ બ્લોકના પીરડા ગામ નજીક સ્થિત એક યુનિટમાં થયો હતો. વિસ્ફોટમાં અત્યાર સુધીમાં છ લોકો ઘાયલ થયાના અહેવાલ છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.

આગ લાગવાનું કારણ અકબંધ રહેલું છે 

Chhattisgarh gunpowder factory 1
Gunpowder factory blast

બીજી તરફ ઘટનાની માહિતી મળતા જ ફાયર વિભાગની અનેક ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. હાલ આગ લાગવાનું કારણ જાણવા મળ્યું નથી. SDRF અને પોલીસ પ્રશાસનની ટીમોએ ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી છે. સ્થળ પર એમ્બ્યુલન્સ પણ બોલાવવામાં આવી છે.

gunpowder factory

કહેવામાં આવી રહ્યું છે કે, આ ઘટનામાં ઘણા લોકોના મૃત્યુ થયા હશે, કારણ કે ઘટના સમયે ફેક્ટરીમાં કર્મચારીઓ હાજર હતા. આગના તણખાઓને કારણે આસપાસના રહેણાંક વિસ્તારોને પણ નુકસાન થયું છે. વિસ્ફોટ બાદ ફેક્ટરીનો કાટમાળ દૂર સુધી ગયો હતો. જેના કારણે આસપાસના લોકો પણ ડરી ગયા હતા.

આ પણ જુઓ: પુણે પોર્શ કાર કેસમાં સગીર આરોપીના દાદાની ધરપકડ: ડ્રાઈવરે કરી હતી ફરિયાદ

Back to top button