ટ્રેન્ડિંગનેશનલમનોરંજન

હમારે બારહના સ્ટાર્સ રિલીઝ પહેલા જ મુશ્કેલીમાં: જાનથી મારી નાખવાની મળી ધમકી, પોલીસમાં ફરિયાદ

  • ફિલ્મમાં અભિનેતા અન્નુ કપૂર અને મનોજ જોશી પોતાની કલાકારી દેખાડતા જોવા મળશે 

મુંબઈ, 25 મે: ડિરેક્ટર કમલ ચંદ્રાની પહેલી ફિલ્મ ‘હમ દો હમારે બારહ’ રિલીઝ પહેલા જ મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. મુસ્લિમ સંગઠનો સતત આ ફિલ્મનો વિરોધ કરી રહ્યાં છે અને તેના પર પ્રતિબંધ લગાવવાની માંગ કરી રહ્યાં છે. આ ફિલ્મમાં અન્નુ કપૂર લીડ રોલમાં છે અને તેમના સિવાય એક્ટર મનોજ જોશી પણ આ ફિલ્મમાં છે. આ ફિલ્મ ઇસ્લામના અર્થઘટન પર સવાલો ઉઠાવે છે. જેના કારણે ફિલ્મની સ્ટાર કાસ્ટ અને ક્રૂ મેમ્બર્સને અજાણ્યા લોકો તરફથી સતત જાનથી મારી નાખવાની અને દુષ્કર્મની ધમકીઓ મળી રહી છે. ફિલ્મના નિર્માતાઓ અને કલાકારોએ તેમને મળી રહેલી ધમકીઓ અંગે મુંબઈના વર્સોવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

 

ફિલ્મની સ્ટાર કાસ્ટને જાનથી મારી નાખવાની ધમકીઓ!

આ ફિલ્મ 7 જૂને વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. જેનું પ્રીમિયર 77મા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પણ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, પહેલા આ ફિલ્મનું નામ ‘હમ દો હમારે બારહ’ હતું પરંતુ સેન્સર બોર્ડની વિનંતી પર આ ફિલ્મનું નામ બદલીને ‘હમારે બારહ’ કરવામાં આવ્યું છે. ફિલ્મ ‘હમારે બારહ’નું ઓફિશિયલ ટ્રેલર રિલીઝ થયા બાદ ફિલ્મની સ્ટાર કાસ્ટ અને મેકર્સને ધમકીઓ મળવા લાગી છે. ધમકીઓ ઉપરાંત, ફિલ્મની સ્ટાર કાસ્ટ અને મેકર્સની વિગતો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહી છે. તેના ફોટોગ્રાફ્સ, ફોન નંબર અને તેના ઘરનું સરનામું સોશિયલ મીડિયા પર લીક થઈ ગયું છે. તે જ સમયે, મુંબઈ પોલીસે ફિલ્મની સ્ટાર કાસ્ટને આશ્વાસન આપ્યું છે કે, તમને કોઈ નુકસાન નહીં પહોંચાડી શકે.

ફિલ્મ ઈસ્લામ ધર્મને લઈને ઘણા પ્રશ્નો ઉભા કરે છે

ફિલ્મનું ટ્રેલર જોઈને ખ્યાલ આવે છે કે, ફિલ્મમાં મુસ્લિમ ધર્મમાં કટ્ટરપંથી મૌલાનાઓના પ્રભાવ હેઠળ મુસ્લિમ મહિલાઓ પર કેવી રીતે અત્યાચાર કરવામાં આવે છે તે દર્શાવવામાં આવ્યું છે. આ ફિલ્મ તેના અલગ-અલગ કન્ટેન્ટના કારણે ચર્ચામાં છે. આ ફિલ્મ મુસ્લિમ ધર્મના સંદર્ભમાં પ્રશ્ન ઉઠાવે છે: શું ઇસ્લામ પુરુષો અને સ્ત્રીઓ માટે અલગ-અલગ ધોરણો અપનાવે છે? તેવા ઘણાં પ્રશ્નો ફિલ્મમાં ઉઠાવવામાં આવ્યા છે.

આ પણ જુઓ: ભૂત બનીને આવ્યો મુન્નીનો પ્રેમી ‘મુંજ્યા’, હોરરથી વધારે કોમેડી છે આ ફિલ્મ

Back to top button