ગરમીમાં ગોવાના બીચની મજા લેવી હોય તો જાણો IRCTCનું સસ્તું પેકેજ
- ટ્રાવેલ લવર્સની યાદીમાં ગોવાના બીચ પ્રથમ સ્થાને છે. ગોવા જતા લોકો માટે IRCTC દ્વારા ‘અમેઝિંગ ગોવા’ ટૂર પેકેજ લોન્ચ કરાયું છે
ઉનાળાની રજાઓમાં કેટલાય લોકો હિલ સ્ટેશનો પર ફરવા જતા હોય છે, તો કેટલાક લોકો બીચ પર ફરવા જવાનું પસંદ કરે છે. જ્યારે બીચ પર આનંદ માણવાની વાત આવે છે, ત્યારે સૌથી પહેલું નામ ગોવાનું આવે છે. ટ્રાવેલ લવર્સની યાદીમાં ગોવાના બીચ પ્રથમ સ્થાને છે. ગોવા જતા લોકો માટે IRCTC દ્વારા ‘અમેઝિંગ ગોવા’ ટૂર પેકેજ લોન્ચ કરવામાં આવ્યું છે. આ પેકેજ વિશે જાણો, જે તમારી સફરને મજેદાર બનાવી દેશે.
ગોવા IRCTC ટુર પેકેજ
ક્યાંથી ક્યાં સુધી
IRCTCએ દર સોમવારે રાજકોટથી શરૂ થતી થર્ડ એસી અને સ્લીપર (SL)માં કન્ફર્મ ટ્રેન ટિકિટ સાથે અમેઝિંગ ગોવા રેલ ટૂર પેકેજ લોન્ચ કર્યું છે. આ પેકેજમાં તમને રાજકોટથી ગોવાની કન્ફર્મ ટિકિટ મળી જશે
કેટલા દિવસનું પેકેજ અને ક્યારે મળશે ટ્રેન?
IRCTCની અમેઝિંગ ગોવાની ટ્રીપ 5 રાત અને 6 દિવસની છે. અમેઝિંગ ગોવા ટૂર પેકેજ ટ્રેન દર સોમવારે રાજકોટથી મળશે. જેમાં 8 સીટ એસી અને 8 સ્લીપર હશે
આટલા સ્ટેશનેથી બેસવા અથવા ઉતરવાની સુવિધા
સુરેન્દ્રનગર, વીરમગામ, અમદાવાદ, આણંદ, વડોદરા, અંકલેશ્વર અને સુરતથી બોર્ડિંગ કરી શકાશે.
આટલા સ્ટેશને ઊતરી શકાય
સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, નડિયાદ, અમદાવાદ, વિરમગામ, સુરેન્દ્રનગર, રાજકોટ સ્ટેશને ઊતરી શકાય છે.
પેકેજમાં આ હશે સુવિધાઓ
- આ પેકેજમાં તમને ગોવાના પ્રખ્યાત મંદિરો અને ચર્ચની મુલાકાત લેવા મળશે.
- પેકેજમાં તમને 3 સ્ટાર હોટેલમાં રહેવાની સુવિધા, રિવર ક્રુઝ અને ભોજનની સુવિધા મળશે. આ સિવાય ટ્રાવેલ ઈન્સ્યોરન્સની સુવિધા પણ પેકેજમાં સામેલ છે.
- આ પેકેજમાં તમારે પ્રતિ વ્યક્તિ 21,600 રૂપિયાથી 40,200 રૂપિયા ચૂકવવા પડશે. જ્યારે સ્લીપર ક્લાસ માટે તમારે પ્રતિ વ્યક્તિ 18,100 થી 36,700 રૂપિયા ચૂકવવા પડશે.
- વધુ જાણકારી માટે તમે https://www.irctctourism.com/pacakage_description?packageCode=WAR013 પર જોઈ શકો છો.
આ પણ વાંચોઃ હરિયાણાની આ જગ્યાઓ પર ફેમિલી સાથે વીતાવો સમય, યાદગાર બનશે ટ્રિપ