‘જો જીવતો રહીશ તો 1લી જૂન પછી મળીશું’ હંસરાજ હંસે ભાવુક થઈને કેમ આવું કહ્યું?
ફરીદકોટ, 24 મે: પંજાબની ફરીદકોટ લોકસભા સીટ પરથી ભાજપના ઉમેદવાર હંસરાજ હંસ ભાવુક થઈ ગયા હતા. પ્રચાર દરમિયાન પોતાના ભાષણમાં હંસરાજ હંસે કહ્યું હતું કે, ‘જો જીવતો રહીશ તો 1 જૂન પછી મળીશું.’ હંસરાજ હંસે એક ન્યૂઝ ચેનલને તેમના ભાવુક છવાનું કારણ જણાવતા કહ્યું હતું કે, ‘ગઈકાલે (23 મે) પીએમ મોદીની રેલીમાં પહોંચતી વખતે મારા પર જીવલેણ હુમલો થયો હતો. દેખાવકારોએ મારા પર તલવારો અને પથ્થરો વડે હુમલો કર્યો હતો. કેટલાક લોકોએ મારી કારને નુકસાન પહોંચાડ્યું હતું તો કેટલાક લોકોએ મારા અંગરક્ષકને પણ ઘાયલ કર્યા હતા.
પીએમ મોદીએ જ મને બચાવ્યો: હંસરાજ હંસ
તેમણે વધુમાં કહ્યું કે, ‘પીએમ મોદીએ જ મને બચાવવાનો આદેશ આપ્યો હતો. જો પોલીસ ફોર્સ ન આવી હોત તો કંઈ પણ થઈ શક્યું હોત. પીએમ મોદીએ 15 મિનિટ સુધી મારી રાહ જોઈ.’ હંસરાજ હંસ ફરીદકોટ લોકસભા સીટ પરથી ભાજપના ઉમેદવાર છે. જાણવા મળે છે કે રેલી માટે જઈ રહેલા ફરીદકોટથી ભાજપના ઉમેદવાર હંસરાજ હંસની કારને ખેડૂતોએ ઘેરી લીધી હતી.
ખેડૂત સંગઠનોનો હંસરાજને જવાબ
હંસરાજ હંસના આરોપો પર ખેડૂત નેતા સુરજીત સિંહ ફૂલે જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે, ‘પ્રદર્શનકારીઓ પાસે શસ્ત્રો નહીં પરંતુ ઝંડા હતા.’ વધુમાં તેમણે કહ્યું કે, ‘અમે જ તેમને ટોળામાંથી બહાર કાઢ્યા હતા. તેઓએ એ પણ વિચારવું જોઈએ કે ખેડૂતો આટલા નારાજ કેમ છે.’ મીડિયા રિપોર્ટ અનુસાર, આ દરમિયાન એક ખેડૂતે હંસની કારનો પાછળનો કાચ તોડી નાખ્યો હતો. કારમાં બેઠેલા હંસરાજ હંસને કોઈ ઈજા થઈ ન હતી.
હંસરાજ હંસને ચૂંટણીમાં AAP નેતા અને લોકપ્રિય પંજાબી અભિનેતા અને ગાયક કરમજીત આપી રહ્યા છે ટકર
હંસરાજ હંસ પંજાબની ફરીદકોટ લોકસભા સીટ પરથી ભાજપના ઉમેદવાર છે તો તેમની સામે AAPના લોકપ્રિય પંજાબી અભિનેતા અને ગાયક કરમજીત અનમોલ સામે ટક્કર છે. કરમજીત અનમોલ એક પ્રખ્યાત અભિનેતા-ગાયક છે, જે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનના નજીકના માનવામાં આવે છે. કરમજીતની સાથે માને 2022ની વિધાનસભા ચૂંટણી દરમિયાન પ્રચાર કર્યો હતો. રાજકારણમાં પ્રવેશતા પહેલા અનમોલ અને માન તેમની રાજકીય કોમેડી માટે પણ જાણીતા હતા.
આ પણ વાંચો: પંજાબમાં પીએમ મોદીની રેલી પહેલા પોલીસે કરી અનેક ખેડૂત નેતાઓની ધરપકડ