ટ્રેન્ડિંગમનોરંજન

અજય દેવગણે જમ્મુ-કાશ્મીર સરકારનો કેમ માન્યો આભાર? વીડિયો વાયરલ

Text To Speech
  • અજય દેવગનનો ‘સિંઘમ 3’નો ફર્સ્ટ લુક સામે આવી ગયો છે, જે લોકોને ખૂબ જ પસંદ પડી રહ્યો છે. આ દરમિયાન અજય દેવગનનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં તે જમ્મુ-કાશ્મીર સરકારના વખાણ કરતો જોવા મળી રહ્યો છે

24 મે, મુંબઈઃ ફિલ્મ મેકર રોહિત શેટ્ટીએ તેની આગામી ફિલ્મ ‘સિંઘમ 3‘ના સેટ પરથી અજય દેવગનની એક નવી તસવીર શેર કરી છે, જેમાં અજયનો બાજીરાવ સિંઘમ લૂક દમદાર દેખાઈ રહ્યો છે. ફોટામાં અજય તેના કાશ્મીર શૂટિંગ શેડ્યૂલ દરમિયાન રાઇફલ, યુદ્ધ ટેન્ક અને કમાન્ડો સાથે પોઝ આપતો જોવા મળે છે. અજય દેવગનનો ‘સિંઘમ 3’નો ફર્સ્ટ લુક સામે આવી ગયો છે, જે લોકોને ખૂબ જ પસંદ પડી રહ્યો છે. આ દરમિયાન અજય દેવગનનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં તે જમ્મુ-કાશ્મીર સરકારના વખાણ કરતો જોવા મળી રહ્યો છે.

અજય દેવગણે કાશ્મીર સરકારની પ્રશંસા કરી

આ વાયરલ વીડિયોમાં, અજય દેવગન જમ્મુ અને કાશ્મીર સરકારના વખાણ કરે છે અને કહે છે, ‘કશ્મીર ફિલ્મ ઓથોરિટીનો ખૂબ ખૂબ આભાર… શૂટિંગ દરમિયાન અમને ખૂબ મદદ કરવા બદલ, આ ખૂબ જ સુંદર જગ્યા છે, હું આશા રાખું છું કે અહીં આવતો રહું, આભાર. આ વીડિયોમાં અજય દેવગન પોલીસ યુનિફોર્મમાં દમદાર અંદાજમાં જોઈ શકાય છે.

બાજીરાવ સિંઘમનો જાદુ છવાશે

આ પહેલા રોહિત શેટ્ટીએ સોશિયલ મીડિયા પર બાજીરાવ સિંઘમ સાથે કાશ્મીર શેડ્યૂલની કેટલીક તસવીરો શેર કરી હતી, જે ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહી હતી. કાશ્મીરના શૂટિંગ દરમિયાન અજય દેવગન અને રોહિત શેટ્ટી એસએસબીના જવાનો સાથે વાત કરતા જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં અજય દેવગન ફરી એકવાર એંગ્રી પોલીસમેનના પાત્રમાં જોવા મળશે.

‘સિંઘમ 3’માં આ છે કલાકાર

રોહિત શેટ્ટીની એક્શન ફિલ્મ ‘સિંઘમ 3’માં અજય દેવગન ઉપરાંત અક્ષય કુમાર, રણવીર સિંહ, ટાઈગર શ્રોફ, દીપિકા પાદુકોણ, કરીના કપૂર અને અર્જુન કપૂર પણ જોવા મળશે. આ ફિલ્મ 15 ઓગસ્ટે થિયેટરમાં રીલીઝ થશે. રોહિત શેટ્ટી દ્વારા નિર્દેશિત, ‘સિંઘમ અગેન’ ‘સિંઘમ’ (2011) અને ‘સિંઘમ રિટર્ન્સ’ (2014) પછી ત્રીજી ફિલ્મ છે. જોકે, રોહિતની કોપ યુનિવર્સની પાંચમી ફિલ્મ હશે.

આ પણ વાંચોઃ રણબીર-આલિયા છોડશે ઘર, લગ્ન થયાં હતાં એ ઘરમાં નહિ રહે કપૂર પરિવાર!

Back to top button