લૈલા ખાન અને પરિવારની હત્યાના કેસ પિતાને મૃત્યુદંડ, જાણો શું છે આખો મામલો
- 14 વર્ષ પછી હત્યારા પિતાને મળી મૃત્યુદંડની સજા
- એક સાથે એક જ પરિવારના 6 લોકોની કરી હતી હત્યા
- હત્યા કર્યા બાદ સાવકા પિતાએ મૃતદેહોને ફાર્મ હાઉસના ખાડામાં દાટી દીધા હતા
મુંબઈ, 24 મે: મુંબઈની સેશન કોર્ટે અભિનેત્રી લૈલા ખાન અને તેના પરિવારની હત્યાના કેસમાં દોષિત સાવકા પિતા પરવેઝ ટાકને ફાંસીની સજા સંભળાવી છે. આ મહિનાની શરૂઆતમાં કોર્ટે પરવેઝ ટકને હત્યા અને પુરાવાનો નાશ કરવા માટે દોષી ઠેરવ્યો હતો. ગયા અઠવાડિયે સરકારી વકીલ પંકજ ચવ્હાણે આ કેસને દુર્લભનો સૌથી દુર્લભ ગણાવ્યો હતો અને દોષી પરવેઝ માટે મૃત્યુદંડની માંગ કરી હતી.
પંકજ ચવ્હાણનું કહ્યું હતું કે આ એક આયોજનબદ્ધ હત્યા કરવામાં આવી હતી. હિંસાનું ઘાતકી કૃત્ય આચરવામાં આવ્યું હતું અને એક જ પરિવારના છ લોકોની હત્યા કરવામાં આવી હતી અને તેમના મૃતદેહોને ઠેકાણે લગાવવામાં આવ્યા હતા.
14 વર્ષ જૂનો મામલો
આ સમગ્ર મામલો 14 વર્ષ જૂનો છે. ગુનેગારે લૈલા, તેની માતા અને ચાર ભાઈ-બહેનોની હત્યા કરી હતી, ત્યારબાદ મૃતદેહોને ફાર્મ હાઉસમાં દાટી દીધા હતા. બાદમાં પોલીસની પૂછપરછમાં સમગ્ર ઘટનાનો ખુલાસો થયો હતો. લૈલાના પિતા નાદિર પટેલે મુંબઈના ઓશિવારા પોલીસ સ્ટેશનમાં અપહરણનો કેસ નોંધાવ્યો હતો. ફરિયાદમાં એવું કહેવામાં આવ્યું હતું કે ટાક અને તેના સહયોગી આસિફ શેખે લૈલા અને તેના પરિવારના સભ્યોનું કથિત રીતે અપહરણ કર્યું હતું.
પહેલા તેણે તેની પત્નીની હત્યા કરી અને પછી તેના બાળકોની કરી હત્યા
આ સમગ્ર ઘટના ફેબ્રુઆરી 2011માં બની હતી. પરવેઝ ટાકનો સેલિના સાથે મુંબઈના ઈગતપુરીમાં આવેલા બંગલામાં પ્રોપર્ટીને લઈને વિવાદ થયો હતો. જે બાદ તેણે દુષ્કર્મ આચર્યું હતું. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે ટાકે પહેલા તેની પત્ની સેલિનાની હત્યા કરી હતી. તે પછી તેણે લૈલા અને તેના ચાર ભાઈ-બહેનોની હત્યા કરી હતી.
પોલીસે કહ્યું કે ટાકને લાગ્યું કે સેલિના અને તેનો પરિવાર તેની સાથે નોકરની જેમ વર્તે છે. તેને એ પણ ડર હતો કે જો સેલિના અને તેનો પરિવાર દુબઈ શિફ્ટ થશે તો તે તેને ભારતમાં છોડી દેશે. પરવેઝે કબૂલ્યું હતું કે સેલિના તેના બીજા પતિ આસિફ શેખને ઇગતપુરી સ્થિત ફાર્મ હાઉસનો ગાર્ડિયન બનાવવા માંગતી હતી. સેલિનાએ ટકને કહ્યું હતું કે તે શેઠને પ્રોપર્ટીની સંભાળ લેવાની જવાબદારી સોંપવા માંગે છે. આ માટે તેણે પાવર ઓફ એટર્ની પણ તૈયાર કરી છે, આ સિવાય પરવેઝને શેખ સાથેની સેલિનાની વધતી જતી નિકટતા પણ પસંદ ન હતી. આ કારણોસર તેણે હત્યાનો પ્લાન બનાવ્યો હતો. તેણે લૈલા અને બાકીના પરિવારની હત્યા કરી હતી કારણ કે તેઓએ તેને સેલિનાની હત્યા કરતા જોયઈ લીઘો હતો.
આ રીતે ખૂલ્યું હત્યાનું રહસ્ય
એક જ પરિવારની છ હત્યાની ઘટના થોડા મહિનાઓ પછી પ્રકાશમાં આવી, જ્યારે પરવેઝ ટાકની જમ્મુ અને કાશ્મીર પોલીસે છેતરપિંડીના કેસમાં ધરપકડ કરી. શરૂઆતમાં ટાકે દાવો કર્યો હતો કે લૈલા અને તેનો પરિવાર દુબઈમાં છે. બાદમાં તેણે જમ્મુ-કાશ્મીર પોલીસને જણાવ્યું કે તેણે મહારાષ્ટ્રમાં આ લોકોની હત્યા કરી હતી. બાદમાં તેને મુંબઈ પોલીસને સોંપવામાં આવ્યો હતો. ટાકે જમ્મુ અને કાશ્મીરમાં ફોરેસ્ટ કોન્ટ્રાક્ટર તરીકે કામ કર્યું હતું. પરવેઝ ગુનાઈત ઈતિહાસ ધરાવે છે.
ફાર્મ હાઉસમાંથી હાડપિંજર મળી આવ્યા હતા
પૂછપરછ દરમિયાન પરવેઝે હત્યાની કબૂલાત કરી હતી. બાદમાં ઇગતપુરીના એક ફાર્મ હાઉસમાંથી તેમનાં હાડપિંજર મળી આવ્યાં હતાં. પરવેઝે પોલીસને જણાવ્યું હતું કે લૈલા પરિવાર સાથે ઇગતપુરી ફાર્મ હાઉસમાં રજાઓ ગાળવા ગઈ હતી. ત્યાં તેણે પોતે બધાને મારી નાખ્યા અને મૃતદેહોને ખાડામાં દાટી દીધા હતા.
આ પણ વાંચો: કાતીલ હસીના! ભારતમાં બાંગ્લાદેશી સાંસદની હત્યાના કેસમાં આ મહિલાની ધકપકડ