ટ્રેન્ડિંગનેશનલવીડિયો સ્ટોરી

યમુના એક્સપ્રેસ વે પર સર્જાયો અકસ્માત: 15 મિનિટ સુધી કારમાં ફસાયા માતા-પુત્રી

  • કારનો કચ્ચરઘાણ વળી ગયો

નોઈડા, 24 મે 2024, ગ્રેટર નોઈડાના ડનકૌર પોલીસ સ્ટેશન વિસ્તારમાં યમુના એક્સપ્રેસ વે પર એક મોટો અકસ્માત થયો હતો. અહીં એક ક્રેટા કાર ઈંટોથી ભરેલી ઓવરલોડ ટ્રોલી સાથે અથડાતાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને અંદર બેઠેલા માતા-પુત્રી ફસાઈ જતાં ચીસો પાડતાં હતા. સ્થાનિક લોકોની મદદથી પોલીસે માતા-પુત્રી બંનેને કારમાંથી બહાર કાઢી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

એરબેગ સમયસર તૈનાત થતાં  માતા-પુત્રીનો જીવ બચી ગયો

અકસ્માતોના બનાવો દિવસે અને દિવસે વધી રહ્યા છે ત્યારે વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ગ્રેટર નોઈડાના ડનકૌર પોલીસ સ્ટેશન વિસ્તારમાં યમુના એક્સપ્રેસ વે પર એક મોટો અકસ્માત થયો હતો. આ ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે જેને જોઈને કોઈ પણ કંપી શકે છે. જેમાં એક મહિલા અને તેની પુત્રી કારમાં ફસાયેલી જોવા મળી રહી છે. અહીં એક ક્રેટા કાર ઈંટોથી ભરેલી ઓવરલોડ ટ્રોલી સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને અંદર બેઠેલા મુસાફરો અંદર જ ફસાઈ ગયા હતા. કારમાં ફસાયેલી માતા-પુત્રી ચીસો પડી રહ્યા હતા. સ્થાનિક રહેવાસીઓ ઘટના સ્થળે દોડી આવી એકઠા થઈ ગયા હતા. માહિતી મળતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી સ્થાનિક લોકોની મદદથી પોલીસે માતા-પુત્રી બંનેને કારમાંથી બહાર ખૂબ જ મુશ્કેલીથી કાઢી તેમનો બચાવ કર્યો હતો. કારનો દરવાજો દોરડા વડે બાંધીને ખોલવો પડ્યો હતો. એરબેગ સમયસર તૈનાત થઈ ગઈ હતી, તેથી માતા-પુત્રીનો જીવ બચી ગયો હતો. હાલ તેમને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ટ્રોલીના ડ્રાઈવરને પણ ઈજાઓ પંહોચી છે. કારનો આગળનો ભાગ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગયો છે.

આ ઘટના 23 મેના રોજ સવારે લગભગ 7 વાગ્યાની આસપાસ બની હતી. દિલ્હીમાં રહેતા માતા અને પુત્રી તેમની ક્રેટા કારમાં ગ્રેટર નોઈડાથી પરત ફરી રહ્યા હતા, જેના માટે તેઓએ યમુના એક્સપ્રેસ વે પર ચઢવા માટે રેમ્પનો ઉપયોગ કર્યો હતો. પરંતુ તે દરમિયાન આગળ જઈ રહેલી ઓવરલોડ ઈંટની ટ્રોલીને પાછળથી પુરપાટ ઝડપે આવતી કારે ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કારની તમામ એરબેગ્સ ખુલી ગઈ. તે જ સમયે, વાહનનું એન્જિન સંપૂર્ણ રીતે નુકસાન થયું હતું. હાલ માતા-પુત્રીની હાલત ખતરાની બહાર હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચો..અંબાલા: વૈષ્ણોદેવી જતી મિની બસ ટ્રક સાથે અથડાતાં મોટી દુર્ઘટના, 7ના મૃત્યુ-20થી વધુ ઘાયલ

Back to top button