નેપાળી મૂળની મહિલા પર્વતારોહીના પરાક્રમે આખી દુનિયામાં હલચલ મચાવી: કરી આ અજાયબી
- એવરેસ્ટ પર ચડનાર સૌથી ઝડપી મહિલા ક્લાઇમ્બર બનવાનો રેકોર્ડ બનાવ્યો
કાઠમંડુ, 24 મે: નેપાળી મૂળની એક મહિલા પર્વતારોહીએ અજાયબી કરી બતાવી છે. મહિલા પર્વતારોહીએ 15 કલાકથી પણ ઓછા સમયમાં વિશ્વના સૌથી ઊંચા શિખર એવા માઉન્ટ એવરેસ્ટને સર કર્યું છે. નેપાળી મૂળની આ આરોહી આમ કરનાર પ્રથમ મહિલા પર્વતારોહક બની છે. પર્યટન વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર, ગોરખાના ફુંજો લામાએ ગુરુવારે સવારે 6.23 કલાકે 8,848 મીટર ઊંચા શિખર પર ચડાઈ કરી અને એવરેસ્ટ પર ચડનાર સૌથી ઝડપી મહિલા ક્લાઇમ્બર બનવાનો રેકોર્ડ બનાવ્યો. નેપાળી મૂળના પર્વતારોહકોએ આ વર્ષે હલચલ મચાવી છે. નેપાળના અનુભવી પર્વતારોહક કામી રીતા શેરપાએ તાજેતરમાં 30મી વખત માઉન્ટ એવરેસ્ટ પર ચઢીને રેકોર્ડ બનાવ્યો છે. હવે નેપાળી મૂળની મહિલા પર્વતારોહીએ મોટી સિદ્ધિ હાંસલ કરી છે.
View this post on Instagram
લામાએ હોંગકોંગના પર્વતારોહકનો રેકોર્ડ તોડ્યો
પર્યટન વિભાગના અધિકારીના જણાવ્યા અનુસાર, લામાએ બુધવારે સવારે 3.52 વાગ્યે બેઝ કેમ્પથી ચઢાણ શરૂ કર્યું અને ગુરુવારે સવારે 6.23 વાગ્યે ટોચ પર પહોંચ્યા હતા. તે બેઝ કેમ્પથી નીકળીને 14 કલાક 31 મિનિટ બાદ ટોચ પર પહોંચી હતી. તેણે 2021માં 25 કલાક અને 50 મિનિટમાં એવરેસ્ટના શિખર પર પહોંચનાર હોંગકોંગની અદા ત્સાંગ યિન-હંગનો રેકોર્ડ તોડ્યો હતો.
નેપાળી પર્વતારોહકોનું અદ્ભુત કામ
મહત્ત્વપૂર્ણ છે કે, નેપાળના અનુભવી પર્વતારોહક કામી રીતા શેરપાએ બુધવારે 30મી વખત માઉન્ટ એવરેસ્ટ પર ચઢીને ઈતિહાસ રચ્યો હતો. શેરપાએ 10 દિવસ પહેલા સૌથી વધુ વખત વિશ્વના સૌથી ઊંચા શિખર પર ચઢવાનો પોતાનો જ રેકોર્ડ તોડ્યો હતો. કામીએ તાજેતરમાં જ 29મી વખત એવરેસ્ટ સર કર્યું છે.
આ પણ જુઓ: લક્ષ્ય સેન અને પીવી સિંધુની ઓલિમ્પિક્સની ટ્રેનીંગનો તમામ ખર્ચ કેન્દ્ર સરકાર ભોગવશે