ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

સ્પેનમાં રેસ્ટોરન્ટની છત ધરાશાયી થતાં 4નાં મૃત્યુ; 20 લોકો થયા ઘાયલ

Text To Speech
  • વડાપ્રધાન પેડ્રો સાંચેઝે પણ આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો

સ્પેન, 24 મે: સ્પેનના મેજોર્કામાં એક રેસ્ટોરન્ટની છત તૂટી પડી હતી. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા ચાર લોકોના મૃત્યુ થયા છે અને 20 લોકો ઘાયલ થયા છે. અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને સારવાર માટે પાલમાની વિવિધ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. માહિતી મળતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી શરૂ કરી હતી. અકસ્માત અંગે પોલીસનું કહેવું છે કે, કાટમાળ નીચે વધુ લોકો દટાયા હોવાની આશંકા છે.

 

અકસ્માતની તપાસ ચાલુ

પોલીસે કહ્યું છે કે, શક્ય છે કે વધુ પડતા વજનના કારણે છત તૂટી પડી હોય. જો કે અકસ્માતનું કારણ જાણવા તપાસ ચાલુ છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, પહેલો કોલ લગભગ 8 વાગ્યે આવ્યો હતો. દરમિયાન ઈમરજન્સી સર્વિસે જણાવ્યું કે માહિતી મળતાની સાથે જ ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

PMએ દુઃખ વ્યક્ત કર્યું

 

વડાપ્રધાન પેડ્રો સાંચેઝે પણ આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વિટર પર લખ્યું છે કે, “હું પાલમાના બીચ પર થયેલા ભયાનક અકસ્માતના પરિણામોને નજીકથી અનુસરી રહ્યો છું. સ્થાનિક અને પ્રાદેશિક અધિકારીઓ સાથે વાત કરી છે. સરકાર શક્ય તમામ મદદ પૂરી પાડવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. હું ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું.”

આ પણ જુઓ: પુત્ર નહીં, પરંતુ ડ્રાઈવર કાર ચલાવતો હતો: પોર્શ કાંડમાં સગીરના પિતાનો દાવો

Back to top button