ટોપ ન્યૂઝટ્રાવેલટ્રેન્ડિંગધર્મનેશનલ

ચારધામ યાત્રાએ જતા યાત્રાળુઓ માટે માર્ગદર્શિકા જાહેર

દેહરાદૂન, 23 મે: ચારધામ યાત્રા માટે રજિસ્ટ્રેશન ફરજિયાત કર્યા બાદ હવે ઉત્તરાખંડ સરકારે ચારધામ યાત્રા કરવા ઇચ્છતા તમામ યાત્રાળુઓ માટે માર્ગદર્શિકા જાહેર કરી છે. ચારધામ કરવા ઇચ્છતા યાત્રાયુઓએ ફરજિયાત નોંધણી કરાવવાની રહેશે. આ ઉપરાંત યાત્રાળુઓ જે તારીખો માટે નોંધણી કરાવે છે તેનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. ચારધામ યાત્રા ધામે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડતાં સલામતી અને સુવિધા સચવાઈ રહે તે માટે કરીને ઉત્તરાખંડ સરકારે માર્ગદર્શિકા જાહેર કરી છે.

  • ચારધામ યાત્રા દરમ્યાન યોગ્ય વ્યવસ્થા જળવાય અને શ્રદ્ધાળુઓની સલામતી અને સગવડતા સુનિશ્ચિત કરવા માટે, ઉત્તરાખંડ સરકારે ચારધામ યાત્રા કરવા ઇચ્છતા તમામ યાત્રાળુઓ માટે નીચે દર્શાવેલ માર્ગદર્શિકા બહાર પાડી છે:

1. ફરજિયાત નોંધણી: યાત્રાળુઓને ચારધામ યાત્રા પર જતા પહેલા નોંધણી પ્રક્રિયા પૂર્ણ કરવા વિનંતી કરવામાં આવે છે. યોગ્ય નોંધણી વિનાના લોકોને નિયુક્ત ચેકપોઇન્ટ પર રોકવામાં આવશે અને તેમને આગળ વધવાની પરવાનગી આપવામાં આવશે નહીં.

આ પણ વાંચો: ચારધામ યાત્રા માટે રજિસ્ટ્રેશન ફરજિયાત, હરિદ્વાર-ઋષિકેશમાં ‘ઓફલાઈન’ રજીસ્ટ્રેશન બંધ

2. યાત્રાળુઓએ જે તારીખો માટે નોંધણી કરાવી છે તેનું ચુસ્તપણે પાલન કરવું આવશ્યક છે. જેથી મુલાકાતીઓના બહોળા પ્રવાહ સામે યાત્રાના સ્થળોમાં યોગ્ય વ્યવસ્થા જળવાશે અને દરેક યાત્રાળુઓ માટે અડચણ રહિત યાત્રા સુનિશ્ચિત થઈ શકશે.

3. ટૂર ઓપરેટર્સ અને ટ્રાવેલ એજન્ટોએ ખાતરી કરવી જોઈએ કે તેમના પ્રવાસીઓ પોતાની મુસાફરી શરૂ કરતા પહેલા જરૂરી નોંધણી પ્રક્રિયા પૂર્ણ કરી લીધી હોય. આ અગમચેતીના પગલાંથી તીર્થયાત્રા દરમિયાન કોઈપણ અસુવિધા અથવા વિક્ષેપને અટકાવી શકાશે.

ઉપરોક્ત વિષય સંદર્ભે, 22 મે 2024ના રોજ ગુજરાત સરકારના અગ્ર સચિવ (પ્રવાસન)ની અધ્યક્ષતામાં વિવિધ ટ્રાવેલ અસોસિએશન સાથે બેઠક યોજાઈ હતી. ગુજરાતના તમામ ટૂર/ટ્રાવેલ ઓપરેટરોને ઉત્તરાખંડ સરકાર દ્વારા જારી કરાયેલ માર્ગદર્શિકાને અનુસરવા વિનંતી કરવામાં આવી હતી. જે અંગે તમામ હાજર સભ્યો અને તેમના એસોસિએશનના સભ્યો/યાત્રિકો સાથે ઉપરોક્ત માર્ગદર્શિકાનો પ્રસાર થાય તે માટે સંમત થયા હતા.

આથી, ગુજરાતના તમામ ટુર/ટ્રાવેલ ઓપરેટરો અને જાહેર જનતાને ઉપરોક્ત માર્ગદર્શિકા નું પાલન કરવા વિનંતી પણ કવામાં આવી છે.

આ પણ વાંચો: ચારધામ યાત્રા જતાં પહેલા ચેતી જજો: ઉંચાઈએ શ્વાસ લેવામાં તકલીફ થતાં 42 લોકોના મૃત્યુ

Back to top button