‘બાળકો તો બે જ સારા, પરંતુ પાંચને પણ સંભાળી લઈશું,’ પ્રેગ્નન્સીના સમાચાર વચ્ચે સીમા હૈદરનો નવો વીડિયો થયો વાયરલ
- પ્રેગ્નન્સીના સમાચાર વચ્ચે સીમા હૈદરનો નવો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સીમા કહી રહી છે કે બાળક તો માત્ર બે જ સારા, પરંતુ પાંચમાને પણ અમે સંભાળી લઈશું’
દિલ્હી, 23 મે: પાકિસ્તાનની સરહદ પાર કરીને પોતાનો પ્રેમ મળવા ભારત આવેલી સીમા હૈદર અવારનવાર ચર્ચામાં રહે છે. આ દિવસોમાં સીમા હૈદર પોતાની પ્રેગ્નેન્સીને લઈને ચર્ચામાં છે. છેલ્લા કેટલાક મહિનાઓથી સીમા ગર્ભવતી હોવાના અહેવાલો પ્રકાશમાં આવી રહ્યા છે. જોકે સીમાએ પોતે ક્યારેય પોતાની પ્રેગ્નન્સી વિશે વાત કરી નથી. આ દરમિયાન સીમા હૈદરનો નવો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં સીમા હૈદરે તેના અને સચિનના બાળક વિશે મોટું નિવેદન આપ્યું છે અને પાકિસ્તાનના મોઢા પર થપ્પડ પણ મારી છે.
પાંચમાં બાળકને પણ અમે સંભાળી લઈશું: સીમા હૈદર
વાયરલ વીડિયોમાં સીમા હૈદર એક ઈન્ટરવ્યુ દરમિયાન બાળકો વિશેના સવાલનો જવાબ આપતા કહે છે કે બાળકો તો બે જ સારા, પરંતુ અમે પાંચને પણ સંભાળી લઈશું. આ સાથે સીમાએ પાકિસ્તાનની સામાજિક વ્યવસ્થા પર કટાક્ષ કર્યો અને કહ્યું કે પાકિસ્તાનમાં આવું માનવામાં આવતું નથી. ત્યાં એવું કહેવાય છે કે જો તમે સંતાન પેદા કરવાનું બંધ કરશો તો અલ્લાહ ગુસ્સે થશે.
અહીં જૂઓ વાયરલ વીડિયો:
View this post on Instagram
સચિનના બાળકોને જન્મ આપવા માંગે છે સીમા
સીમા હૈદર પાકિસ્તાનથી એકલી નથી આવી તેના 4 બાળકોને પણ તેની સાથે ભારત લઈને આવી છે. હાલ સીમા હૈદર ગર્ભવતી છે કે નહીં તે અંગે હજુ પણ શંકા છે. સોશિયલ મીડિયા પર દરરોજ સીમા હૈદરની પ્રેગ્નન્સી સાથે જોડાયેલા વીડિયો વાયરલ થાય છે, જેને સીમા હંમેશા ફેક કહે છે. જોકે, સીમાએ તેના ઘણા ઈન્ટરવ્યુમાં કહ્યું છે કે તે તેના અને સચિનના બાળકોને જન્મ આપવા માંગે છે. આ બાળક તેમના પ્રેમનું પ્રતિક બનશે.
આ પણ વાંચો: આ કપલે અશ્લીલતાની તમામ હદો વટાવી, ચાલતી બાઇક પર કર્યું શરમજનક કૃત્ય, વીડિયો વાયરલ