ટ્રેન્ડિંગનેશનલલાઈફસ્ટાઈલ

Roseate House કરાવશે અનોખો અનુભવ, પહેલીવાર રોબોટ આસિસ્ટેડ સર્વિસ

  • Roseate House દેશમાં પહેલીવાર રોબોટ આસિસ્ટેડ સર્વિસ શરૂ કરી
  • હવે હોટલના રિસેપ્શન કાઉન્ટર પર લાંબી લાઈનો કે વેઈટરની રાહ નહીં, રોબોટ કરશે તમારી મદદ
  • ભારતીય હોસ્પિટાલિટી પહોંચશે ટોચના સ્તરે, હોસ્પિટાલિટીમાં કરો અનોખો અનુભવ

23 મે, નવી દિલ્હીઃ ભારતમાં હોસ્પિટાલિટી સેક્ટરનો દિવસે ને દિવસે ગ્રોથ થઈ રહ્યો છે, જે 2024માં USD 120.4 બિલિયનના બજારને આંબી જવા માટે રેડી છે. ભારતીય હોટેલ્સ અને રેસ્ટોરન્ટ વધુને વધુ ઓટોમેશન તરફ વળ્યા છે. તમને બેટર અનુભવ કરાવવા માટે હોટલ ઈન્ડસ્ટ્રી હંમેશા રેડી હોય છે. આ હરિફાઈના સમયમાં હવે રોબોટ્સ આગળ નીકળી રહ્યાં છે. આ રોબોટ્સ તમને અનોખો ગેસ્ટ એક્સપિરિયન્સ કરાવવાની સાથે સારી સવલતો આપવા પણ સક્ષમ છે. હવે હોટલના રિસેપ્શન કાઉન્ટર પર લાંબી લાઈનો કે વેઈટરની રાહ નહીં જોવી પડે કેમકે રોબોટ  તમારી મદદ કરશે. દેશમાં પ્રથમવાર રોબોટ આસિસ્ટેડ સર્વિસ શરૂ થતા હોસ્પિટાલિટી હવે પહોંચશે ટોચના સ્તરે

Roseate House કરાવશે અનોખો અનુભવ, પહેલીવાર રોબોટ આસિસ્ટેડ સર્વિસ hum dekhenge news

 Roseate House કરાવશે ઈનોવેટિવ એક્સિપિરિયન્સ

હોટલની રિસેપ્શન ડેસ્ક પર લાંબી લાઈનો લાગે એ દિવસો હવે લાંબો સમય નહીં ટકે. હવે રોબોટ્સ ચેક-ઇનથી લઈને ચેકઆઉટ સુધીની તમામ પ્રક્રિયાઓનું સંચાલન કરે છે, જે દરેક ગેસ્ટની વ્યક્તિગત સેવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. મંજૂરી આપે છે. મહેમાનો આ સ્વયંસંચાલિત પ્રક્રિયાની કાર્યક્ષમતા અને સુવિધાની પ્રશંસા કરે છે. દિલ્હીના Roseate Houseમાં આ સુવિધા શરૂ થવા જઈ રહી છે. તે તમને આ ઈનોવેશન સાથે બેસ્ટ એક્સિપિરિઅન્સ આપશે. તેને ‘રોબોટ આસિસ્ટેડ સર્વિસ’ એવું નામ આપવામાં આવ્યું છે, જે મહેમાનોને મોજ કરાવી દેશે.

 

View this post on Instagram

 

A post shared by Kush Kapoor (@kushkapoor1)

મનગમતી વાનગીઓ પણ પીરસશે

કેટલીક રેસ્ટોરન્ટ્સ AI સંચાલિત ચેટબોટ્સ સાથે પ્રયોગ કરી રહી છે, જેમાં જમનારાઓને ચોવીસ કલાકની મદદ મળી રહે છે. સ્થાનિક વાનગીઓથી લઈને મૂળભૂત ફૂડ ઓર્ડરની સુવિધા અને રોબોટિક વેઈટર્સની સાથે ભોજનનો અનુભવ પણ બદલાઈ રહ્યો છે. આ કાર્યક્ષમ સર્વર્સ જમવાની જગ્યાઓ નેવિગેટ કરે છે, વાનગીઓને સીધી ટેબલ પર પહોંચાડે છે. કલ્પના કરો કે તમને વેઈટર્સના બદલે આકર્ષક રોબોટ્સ તમારી મનગમતી વાનગીઓ પીરસે તો? તમારી ડાઈનિંગ સ્પેસ તમને રોબોટ જ નેવિગેટ કરે તો?

હોટલ્સ ઈન્ડસ્ટ્રી હંમેશા તમને નવા નવા અનુભવો કરવા અને કંઈક નવું પીરસવા રેડી હોય છે, પરંતુ રોબોટ તેનો એક ઉચ્ચ અનુભવ બની શકે છે. હોટલમાં તે તમારા લગેજને લઈ જવાથી લઈને, તમારી દરેક જરૂરિયાતનું ધ્યાન રાખશે. તે તમને બેસ્ટ હોસ્પિટાલિટીનો અનુભવ કરાવશે.

Roseate House કરાવશે અનોખો અનુભવ, પહેલીવાર રોબોટ આસિસ્ટેડ સર્વિસ hum dekhenge news

રોબોટિક શેફમાં ચાલી રહ્યા છે સંશોધન

હોટલ ઈન્ડસ્ટ્રીની વાત કરીએ તો રોબોટિક શેફ માટે સતત સંશોધન ચાલી રહ્યું છે. રોબો શેફ હજુ પણ પ્રારંભિક તબક્કામાં છે. હોસ્પિટાલિટી એક એવું ક્ષેત્ર છે જ્યાં મહેમાનો હૂંફ અને પર્સનલ ટચને ખૂબ મહત્ત્વ આપે છે. કર્મચારીઓને અનફર્ગેટેબલ અનુભવો આપવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. રોબોટ્સનો ઉપયોગ કરીને, હોસ્પિટાલિટી ઉદ્યોગ અનેક રીતે અતિથિ અનુભવને વધારી રહ્યું છે. પ્રથમ, ઓટોમેશન કાર્યક્ષમતામાં સુધારો કરે છે અને વેઈટિંગનો સમય ઘટાડે છે. રોબોટ્સ મૂલ્યવાન સાધનો તરીકે સેવા આપી શકે છે અને ગેસ્ટ એક્સિપિરિયન્સને સુંદર પણ બનાવી શકે છે.

આ પણ વાંચોઃ દિવાળી પર રિલીઝ થશે આ ફિલ્મો, અજય દેવગણ-કાર્તિક આર્યનની થશે ટક્કર

Back to top button