23 મે, માન્ચેસ્ટર: પાકિસ્તાની ક્રિકેટરો અસંખ્ય વખત પોતાના ખરાબ વર્તન માટે ટીકાના પાત્ર બનતા જોવા મળ્યા છે. કારણ કોઈ પણ હોય પરંતુ પાકિસ્તાની સંસ્કૃતિ જ એવી છે કે અહીં સેલિબ્રિટી બની ગયા પછી પણ કોઈને જાહેર જીવનમાં કેવી રીતે વર્તન કરવું તેની ખબર પડતી નથી. હાલમાં જ એક વિડીયો વાયરલ થયો છે જેમાં પાકિસ્તાનના બેશરમ ખેલાડીઓ અને તેમનું વર્તન કોઈને પણ શરમ પમાડે તેવું છે.
હાલમાં પાકિસ્તાનની ટીમ ઇંગ્લેન્ડના પ્રવાસે છે. આ પ્રવાસ દરમ્યાનનો એક વિડીયો સામે આવ્યો છે જે વિવાદિત બની ગયો છે. આ વિડીયોમાં પાકિસ્તાનના વિકેટ કીપર આઝમ ખાન જોવા મળે છે અને બેકગ્રાઉન્ડમાં કેપ્ટન બાબર આઝમનો અવાજ પણ સંભળાય છે.
વિડીયોમાં બાબર આઝમનો અવાજ સંભળાય છે જેમાં તે આઝમ ખાનને પૂછી રહ્યો છે કે ‘અબ્બા શું થઇ રહ્યું છે? ગરમી બહુ પડી રહી છે?’ આ પ્રશ્નના જવાબમાં આઝમ ખાન વિદેશી કરન્સી (મોટે ભાગે યુરો) દ્વારા પોતાનો ચહેરો લૂછતો જોવા મળે છે. આઝમ ખાનના આ વ્યવહાર બાદ બાકીના પાકિસ્તાની ખેલાડીઓ પણ હસતા હોય એવો અવાજ સંભળાય છે.
Babar ne aba bol diya ab azam khan ko sab ne yehi bolna hai 😂#BabarAzam𓃵 #PAKvsENG pic.twitter.com/rHG5d0nTTy
— Urooj Jawed🇵🇰 (@uroojjawed12) May 20, 2024
આ વિડીયો વાયરલ થતાં પાકિસ્તાનના લોકો જ પાકિસ્તાનના બેશરમ ખેલાડીઓ અને એમના આ વર્તનની આકરી ટીકા કરી રહ્યા છે. અમુક ટીકાકારોએ તો એટલી હદે કહ્યું છે કે આઝમ ખાનમાં સંસ્કાર નથી. તો કેટલાક ટીકાકારોએ એમ કહ્યું છે કે આ રીતે ચલણી નોટોથી પરસેવો લૂછવાથી ગરીબોનું અપમાન થતું હોય છે.
અવૈસ એડિટ્સ નામના એક હેન્ડલે લખ્યું છે કે, ‘તમે લોકો ખરેખર કુસંસ્કારી છો. અહીં પાકિસ્તાનમાં લોકો ભૂખે મરી રહ્યા છે અને તમે એ લોકોને દાન કરવાને બદલે આ રીતે કરન્સી નોટથી પોતાનો ચહેરો લૂછી રહ્યા છો એ પણ એસી બસમાં બેસીને અને મફતનું વાઈફાઈ વાપરતાં તે ગરીબોની મજાક છે.’
Pakistani, awam, like you are really a bunch of insensitive jerks. People are dying due to food shortage in Pakistan, and this guy, instead of donating money to them, is paying for interet wifi and expensive mobile while sitting under a roof and mocking poor people. https://t.co/rU1Thdfiai
— Awais Edits 🇵🇰 (@Inqalab22) May 20, 2024
અત્રે એ નોંધવું જરૂરી છે કે આઝમ ખાન એ પાકિસ્તાનના પૂર્વ વિકેટકીપર, કેપ્ટન અને ચીફ સિલેક્ટર મોઈન ખાનનો પુત્ર છે. આઝમ ખાણ પોતાના વધુ પડતા વજનને કારણે આમ પણ પાકિસ્તાની ફેન્સમાં અળખામણો છે. આ ઉપરાંત તેનું સિલેક્શન તેના ટેલેન્ટ પર નહીં પરંતુ તેના પિતાને કારણે થતું હોવાનું પાકિસ્તાનમાં કાયમ કહેવાતું હોય છે.