અદિતિ રાવ હૈદરીનો કાન્સમાં કહેર, ‘ગજગામિની વોક’થી ફેન્સને કર્યા ઘાયલ!
- કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ઐશ્વર્યા રાયે તેનો જાદુ પાથર્યો, સાથે કિયારા અડવાણી, ઉર્વશી રૌતેલા, શોભિતા ધુલિપાલા સહિત અનેક અભિનેત્રીઓએ પણ રેડ કાર્પેટ પર વોક કર્યું, જોકે આ વખતનું સેન્ટ્રલ ઓફ એટ્રેક્શન તો અદિતિ રાવ હૈદરી જ રહી
23 મે, મુંબઈઃ ફ્રાંસમાં ચાલી રહેલા 77માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં હસીનાઓનો જલવો જોવા મળી રહ્યો છે. ઈન્ટરનેશનલ લેવલે યોજાયેલી આ મોટી ઈવેન્ટમાં અત્યાર સુધી હોલિવૂડથી લઈને બોલિવૂડ સુધી અનેક હસીનાઓ રેડ કાર્પેટ પર પોતાનો જલવો બતાવી ચૂકી છે.
દર વર્ષની જેમ આ વર્ષે પણ ઐશ્વર્યા રાયે તેનો જાદુ પાથર્યો સાથે સાથે કિયારા અડવાણી, ઉર્વશી રૌતેલા, શોભિતા ધુલિપાલા સહિત અનેક અભિનેત્રીઓએ પણ રેડ કાર્પેટ પર વોક કરીને ધાક જમાવી, જોકે આ વખતનું સેન્ટ્રલ ઓફ એટ્રેક્શન તો અદિતિ રાવ હૈદરી જ રહી.
અદિતિ રાવ હૈદરી હાલમાં નેટફ્લિક્સ વેબ સીરીઝ ‘હીરામંડી’ને લઈને ચર્ચાઓમાં છે. તે પણ કાન્સમાં સામેલ થઈ હતી. આ પ્રસંગે તેણે ફ્લોરલ ગાઉન પહેર્યું હતું, જેમાં તે ગોર્જિયસ લાગતી હતી. રફલ્ડ ફ્લોરલ ગાઉનમાં બ્લેક, યલો અને ગ્રીન કલરની ઈફેક્ટ હતી, આ સાથે તેણે સાટિનનો બેલ્ટ કેરી કર્યો હતો. હોલ્ટર નેકલાઈનવાળા આઉટફિટ સાથે અદિતિએ મેસી બન ક્રિએટ કર્યો હતો.
આઉટફિટ પર તેણે ગોલ્ડન જ્વેલરી પહેરી હતી. અભિનેત્રીએ કાન્સ ઈવેન્ટમાંથી પોતાની એક એકથી ચઢિયાતી તસવીરો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે.
View this post on Instagram
આ દરમિયાન તેણે હીરામંડીના ગીત સઈયાં હટો જાઓમાં તેની ફેમસ વોક ‘ગજગામિની ચાલ’ને પણ કાન્સમાં રિ-ક્રિએટ કરી હતી. આ ગીત હાલમાં સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યું છે. જેમાં અદિતિ રાવ હૈદરીની ગજગામિની વોક પોપ્યુલર થઈ રહી છે. અભિનેત્રી વિદેશના રસ્તાઓ પર તેની ફેમસ વોક કરી રહી હતી. આ વીડિયો પણ ખૂબ વાયરલ થયો છે.
આ પણ વાંચોઃ ‘લાપતા લેડીઝ’એ રણબીર કપૂરની ‘એનિમલ’ને પછાડી, જુઓ કોણે કેટલી કરી કમાણી!