સ્વાતિ માલીવાલ કેસ: દિલ્હી પોલીસ સીએમ કેજરીવાલના માતા-પિતાની પૂછપરછ નહી કરે!
- આજે અરવિંદ કેજરીવાલના પત્ની, માતા-પિતાની પૂછપરછ થવાની હતી
- AAP નેતા આતિશીએ દિલ્હી પોલીસની કાર્યવાહી પર ઉઠાવ્યા સવાલ
નવી દિલ્હી,23 મે: દિલ્હી પોલીસ આમ આદમી પાર્ટી (AAP)ના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ પર સીએમ આવાસ પર મારપીટ અને છેડતીના કેસની તપાસમાં વ્યસ્ત છે.ન્યૂઝ એજન્સી ANI અનુસાર, દિલ્હી પોલીસની ટીમ ગુરુવારે મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતા અને તેમના માતા-પિતાના ઘરે પૂછપરછ કરવા માટે નહીં જાય.દિલ્હી પોલીસના સ્પેશિયલ કમિશનર લો એન્ડ ઓર્ડર રવિન્દ્ર સિંહ યાદવનું કહેવું છે કે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના પત્ની અને તેમના માતા-પિતાની પૂછપરછ થવાની હતી, પરંતુ તેઓએ હજુ સુધી સમય આપ્યો નથી.
આજે વહેલી સવારે આમ આદમી પાર્ટીના નેતાઓ પૂછપરછની માહિતી મળ્યા બાદ સીએમ કેજરીવાલના ઘરે પહોંચવા લાગ્યા હતા. સ્વાતિ માલીવાલે અરવિંદ કેજરીવાલના પીએ બિભવ કુમાર પર મારપીટ અને છેડતીનો આરોપ લગાવ્યો છે. પોલીસને આશા છે કે સીએમ કેજરીવાલના પત્ની સુનીતા અને તેમના માતા-પિતાની પૂછપરછ દરમિયાન સત્ય બહાર આવશે.
Swati Maliwal assault case | Delhi Police will not record statement of the parents of Delhi CM Arvind Kejriwal today: Delhi Police sources
— ANI (@ANI) May 23, 2024
માલીવાલ કેસમાં CM કેજરીવાલે શું કહ્યું?
આમ આદમી પાર્ટીએ આ મામલાને અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ બીજેપીનું ષડયંત્ર ગણાવ્યું છે. દિલ્હીના મંત્રી અને AAP નેતા આતિશીએ દિલ્હી પોલીસની કાર્યવાહી પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે સીએમ કેજરીવાલના વૃદ્ધ માતા-પિતાની અસુરક્ષા પર ભાર મૂક્યો હતો અને કથિત હુમલામાં તેમની સંડોવણીની કલ્પના પર સવાલ ઉઠાવ્યા હતા.
#WATCH | Delhi Minister & AAP leader Atishi arrives at the residence of Delhi CM Arvind Kejriwal. pic.twitter.com/DpG0Icchl9
— ANI (@ANI) May 23, 2024
આ પણ વાંચો: ચૂંટણી વચ્ચે શેરબજારે રચ્યો ઈતિહાસ, નિફ્ટી ઓલ ટાઈમ હાઈ, રોકાણકારોની ચાંદી