સ્પોર્ટસ

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે આજે પ્રથમ વનડે, જાણો બન્ને ટીમની પ્લેઈંગ ઈલેવન

Text To Speech

આજથી ટીમ ઈન્ડિયા વેસ્ટ ઈન્ડિઝ સામે વન ડે સીરિઝ રમશે. પ્રથમ મેચ પોર્ટ ઓફ સ્પેનના ક્વીંસ પાર્ક ઓવલમાં ભારતીય સમય મુજબ સાંજે 7 કલાકે શરુ થશે. બીજી તરફ વેસ્ટ ઈન્ડિઝને તાજેતરમાં જ ઘરઆંગણે બાંગ્લાદેશ સામે હારનો સામનો કરવો પડ્યો છે. આવામાં ભારતીય યુવા ટીમનું પલ્લું ભારે લાગી રહ્યું છે. બન્ને ટીમોએ અત્યાર સુધીમાં 136 મેચ રમી છે. જેમાં ભારતને 67 મેચમાં જીત મળી છે જ્યારે 63 મેચમાં હાર. બે મેચ ટાઈ રહી છે. 4 મેચનું કોઈ પરિણામ આવ્યું નથી.

છેલ્લા 16 વર્ષથી વેસ્ટ ઈન્ડિઝમાં ભારત એકપણ મેચ હાર્યું નથી
વેસ્ટ ઈન્ડિઝે ભારતને છેલ્લે 2006માં વન ડે સીરિઝમાં હરાવ્યું હતું. આ પછી ભારતે ચારવાર વેસ્ટ ઈન્ડિઝનો પ્રવાસ કર્યો છે અને દરેક વખતે જીત મેળવી છે. બન્ને ટીમો વચ્ચે કુલ નવ વન ડે સીરિઝ રમાઈ છે, જેમાંથી ભારતને પાંચમાં જીત મળી છે.

ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન : શિખર ધવન (કેપ્ટન), શુભમન ગિલ, શ્રેયસ અય્યર, સૂર્યકુમાર યાદવ, સંજુ સેમસન (વિકેટ કીપર), દીપક હુડ્ડા, રવીન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, યુઝવેન્દ્ર ચહલ, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ કૃષ્ણા.

વેસ્ટ ઈન્ડિઝની સંભવિત પ્લેઈંગ ઈલેવન : શાઈ હોપ (વિકેટ કીપર)સ બ્રેન્ડન કિંગ, શમર બ્રુક્સ, કીસી કોર્ટી, નકોલસ પુરન (કેપ્ટન), રોમેન પોલેવ, જેસન હોલ્ડર, રોમારિયા શેફર્ડ, કીમો પોલ, અકીલ હુસેન અને અલ્ઝારી જોસેફ.

Back to top button