ગુજરાતટ્રેન્ડિંગ

ભરૂચ નગરપાલિકાની ડમ્પિંગ સાઈટ ફરી વિવાદમાં આવી

  • ગામોના લોકોના આરોગ્ય પર તેની અસર પડવાની શરૂઆત થઈ
  • ગામોમાં ફેફસાં સંબંધીત રોગોથી પીડાતા દર્દીઓની સંખ્યા વધી
  • ભરૂચ પાલિકાની ડમ્પીંગ સાઈટ વરસોથી વિવાદમાં સંપડાઈ

ભરૂચ નગરપાલિકાની ડમ્પિંગ સાઈટ ફરી વિવાદમાં આવી છે. જેમાં થામ ગામે ડમ્પિંગ સાઈટ દુર નહી થતાં બે દિવસથી સ્થાનિક લોકોએ કચરો નાખતા અટકાવ્યા હતા. સાયખાના લોકોના વિરોધના કારણે સાયખા ખાતેની ડમ્પીંગ સાઈટ શરૂ થઈ શકી નથી.તમામ ગામોના રહીશો દ્વારા પણ કચરો ભરીને પસાર થતા વાહનો કે જે ઓવરલોડ હોય છે તેનો વિરોધ કરાયો છે.

આ પણ વાંચો: ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે અંબાલાલ પટેલે કરી વરસાદની આગાહી

ભરૂચ પાલિકાની ડમ્પીંગ સાઈટ વરસોથી વિવાદમાં સંપડાઈ

થામ ગામની સીમની આજુબાજુના ગામોમાં રહેતા લોકો ફેફસાં સંબંધિત રોગોથી પીડાતાં વિરોધ કર્યો હતો. ભરૂચ પાલિકાની ડમ્પીંગ સાઈટ વરસોથી વિવાદમાં સંપડાઈ છે. તંત્ર દ્વારા સાયખા ગામ ખાતે ડમ્પીંગ સાઈટ માટે જમીનની ફાળવણી કરી હોવા છતાં કોઈ અગમ્ય કારણોસર અને સ્થાનિક સાયખાના લોકોના વિરોધના કારણે સાયખા ખાતેની ડમ્પીંગ સાઈટ શરૂ થઈ શકી નથી.ભરૂચ પાલિકા અહીંયા તો કાલે બીજે એવી રીતે કચરો ઠાલવવાની રિતિનિતિ અજમાવી હતી. છેલ્લે થામ ગામની સીમમાં ખેતર ભાડે લઈ તેનો ડમ્પીંગ સાઈટ તરીકે ઉપયોગ કરી કચરો ઠાલવવામાં આવતો હતો. તેમાં પણ મળતી માહિતી મુજબ સમી સાંજથી રાત્રિના સમય દરમ્યાન કચરાને સળગાવી દેવામાં આવતો હતો. પરિણામે આજુબાજુના 8 કરતા વધુ ગામોના લોકોના આરોગ્ય પર તેની અસર પડવાની શરૂઆત થઈ ચુકી હતી.

ગામોમાં ફેફસાં સંબંધીત રોગોથી પીડાતા દર્દીઓની સંખ્યા વધી

આ અંગે વધુ વિગતે જોતા ભરૂચ નગરનો કચરો થામ ગામની સીમમાં ઠાલવવામાં આવતા અને તેમાં આગ લગાડતા કાળો ડિબાંગ ધૂમાડો કે જેમાં કાર્બન ડાયોકસાઈડનું પ્રમાણ સૌથી વધુ હોય છે. તેથી આજુબાજુના ગામોમાં ફેફસાં સંબંધીત રોગોથી પીડાતા દર્દીઓની સંખ્યા વધતા ડમ્પીંગ સાઈટ માટે વિરોધની શરૂઆત થઈ હતી. સ્થાનિક નેતાઓ સાથે અબ્દુલ કામઠીએ આ બાબતે વિરોધ કર્યો હતો. જેના પગલે રેલી અને આવેદનપત્રો પાઠવતા નગરપાલિકા દ્વારા ત્રણ મહિનાની મુદ્દત માંગવામાં આવી હતી.આ ત્રણ મહિના દરમિયાન થામ ગામની સાઈટ પરથી ડમ્પીંગ સાઈટ દુર કરવા અંગેનું ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફીસરે લેખિતમાં આપ્યુ હતુ. પરંતુ 7 મહિના વીતી ગયા છતાં આ વચનનું પાલન નહી થતા થામ ગામની ડમ્પીંગ સાઈટ પર કચરો ન ઠલવાય તે અંગે લોકોએ વિરોધ કરતા એ ડમ્પીંગ સાઈટ બંધ કરવાની ફરજ ભરૂચ નગરપાલિકાને પડી હતી.

Back to top button