ભારતીય મૂળના ગોપીચંદે અંતરિક્ષમાં લહેરાવ્યો ત્રિરંગો, જૂઓ વીડિયો
- ભારતના પ્રથમ અંતરિક્ષ પ્રવાસી બનેલા ગોપીચંદનો વીડિયો થયો વાયરલ
- ગોપીચંદે પોતાનો અવકાશ અનુભવ કર્યો શેર
અમેરિકા, 22 મે, 2024: ભારતીય મૂળના પ્રથમ અંતરિક્ષ પ્રવાસી બનેલા ગોપીચંદનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે સ્પેસશીપમાંથી ત્રિરંગો બતાવી રહ્યા છે. તેમનો અનુભવ કેવો રહ્યો તે પણ તેમણે જણાવ્યું. ગોપીચંદ થોટાકુરાએ ઈતિહાસ રચ્યો છે. આવું કરનાર તે પ્રથમ ભારતીય છે. જ્યારે પ્લેન અવકાશ માટે ટેકઓફ થયું ત્યારે ગોપીચંદ હાથમાં ત્રિરંગો પકડેલો જોવા મળ્યો હતો. ગોપીચંદે પોતાનો અવકાશ અનુભવ પણ શેર કર્યો. એક પોસ્ટમાં તેમણે કહ્યું કે પોતે જોઈ અને અનુભવી રહ્યા છે તે એકદમ આશ્ચર્યજનક છે. દરેક વ્યક્તિએ અવકાશની મુસાફરી કરવી જોઈએ. બીજી બાજુથી પૃથ્વીને જોવી ખરેખર ખૂબ જ સરસ હતી. ગોપીચંદનો વીડિયો સોશિયલ મીડિયા પર પણ હેડલાઈન્સ બનાવી રહ્યો છે.
બ્લુ ઓરિજિનનું પ્રવાસન રોકેટે લગભગ બે વર્ષ પછી અવકાશમાં ઉડાન ભરી. યાન દ્વારા મુસાફરો અંતરિક્ષના કિનારે સુધી પહોંચ્યા. મંગળવારે સવારે 8:30 વાગ્યે વિન્ડો ઓપનિંગ દરમિયાન ન્યૂ શેપર્ડ રોકેટ અને કેપ્સ્યુલને અમેરિકાના ટેક્સાસમાં લોન્ચ કરવામાં આવ્યા હતા. આ સ્પેસ ફ્લાઈટમાં ભારતીય મૂળના ગોપીચંદ થોટાકુરા સહિત કુલ 6 મુસાફરો સવાર હતા. તેઓ ક્રૂનો ભાગ હતા.
ભારતીય મૂળના ઉદ્યોગસાહસિક અને પાયલોટ ગોપીચંદ થોટાકુરાએ એમેઝોનના સ્થાપક જેફ બેઝોસના બ્લુ ઓરિજિનના NS-25 મિશનના ભાગરૂપે અવકાશમાં જનાર પ્રથમ ભારતીય પ્રવાસી બનીને ઈતિહાસ રચ્યો છે. યાનનો વીડિયો બ્લુ ઓરિજિનના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો હતો. વિડીયોમાં ગોપીચંદ અવકાશમાં પ્રવાસ કરતી વખતે હાથમાં ત્રિરંગો પકડેલા જોઈ શકાય છે. ગોપીચંદનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
View this post on Instagram
વીડિયોમાં શું કરી રહ્યા છે ગોપીચંદ?
વીડિયોમાં જોઈ શકાય છે કે તમામ ક્રૂ મેમ્બર સ્પેસનો અનુભવ માણી રહ્યા છે. અવકાશમાં ગુરુત્વાકર્ષણ બળની ગેરહાજરીને કારણે, મુસાફરોને યાનની અંદર હવામાં તરતા જોઈ શકાય છે. થોડા સમય પછી ગોપીચંદ પણ કેમેરાની સામે આવે છે અને હાથમાં ત્રિરંગા સાથે જોવા મળે છે. આ ક્ષણ દરેક ભારતીય માટે ખૂબ જ સુખદ અને ગર્વની છે.
ગોપીચંદે શું કહ્યું?
તેમની પ્રથમ અવકાશ યાત્રાના અનુભવો શેર કરતા ગોપીચંદે કહ્યું,”તે અદ્ભુત હતું…તમારે આ અનુભવ અનુભવવા માટે તમારી પોતાની આંખોથી જોવું પડશે”. તેમણે કહ્યું, “અવકાશમાં જોવાનું કેવું લાગે છે તે હું સમજાવી શકતો નથી…દરેક વ્યક્તિએ અવકાશમાં જવું જોઈએ. પૃથ્વીને બીજી બાજુથી જોવી ખૂબ સરસ હતી.”
સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા
ગોપીચંદની આ પોસ્ટ અને વીડિયો પર લોકોની ઘણી પ્રતિક્રિયા આવી રહી છે. એક યુઝરે પોસ્ટ કર્યું,”લવ ફ્રોમ ઈન્ડિયા”. અન્ય એક યુઝરે ટિપ્પણી કરી, “ભારત તરફથી શુભેચ્છાઓ..તમને બધાને પ્રેમ” ત્રીજા યુઝરે લખ્યું,”કેટલું રોમાંચક રહ્યું હશે”.
પ્રાપ્ત માહિતી મુજબ ગોપીચંદ સિવાય જે લોકોએ સ્પેસની આ સફર કરી હતી તેમાં મેસન એન્જલ, સિલ્વેન ચિરોન, કેનેથ એલ. હેસ, કેરોલ સ્કૉલર અને ભૂતપૂર્વ એરફોર્સ કેપ્ટન એડ ડ્વાઇટ પણ સામેલ હતાં. એડ ડ્વાઇટને 1961માં તત્કાલિન અમેરિકાના રાષ્ટ્રપતિ જોન એફ. કેનેડીએ દેશના પ્રથમ અશ્વેત અવકાશયાત્રી તરીકે પસંદ કર્યા હતા.
આ પણ વાંચોઃ અમેરિકાનું સ્પષ્ટ વલણ, હેલિકોપ્ટર દુર્ઘટનાની તપાસમાં નહીં કરે ઈરાનને મદદ