ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : ડીસામાં પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી ની પુણ્યતિથિએ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો

Text To Speech

પાલનપુર 21 મે 2024 : ભારતના પુર્વ પ્રધાનમંત્રી સ્વ રાજીવ ગાંધીજીની પુણ્યતિથી નિમિત્તે ડીસા શહેર કોંગ્રેસ દ્વારા તેમની પ્રતિમાને ફુલહાર પહેરાવી આદરાંજલિ અર્પવામાં આવી હતી. ભારત રત્ન. કોમ્પ્યુટર અને ટેલિકોમ યુગના પ્રણેતા પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની આજે પુણ્યતિથિ હોઇ ડીસા શહેર કોંગ્રેસ સમિતિએ ડીસામાં બટાકા સંશોધન કેન્દ્ર આગળ આવેલી રાજીવ ગાંધીની પ્રતિમા પાસે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજ્યો હતો.આ પ્રસંગે ડીસા શહેર તાલુકા કોંગ્રેસ કાર્યકરો, હોદ્દેદારો, નગરપાલીકા તાલુકા જીલ્લા પંચાયત સદસ્યની ચુંટણી લડેલા જીતેલા હારેલા સદ્સ્યો અને ભાઇઓ બહેનો સૌ સાથે મળીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. કોંગ્રેસી નેતાઓએ ઓટોમોબાઈલ ઉદ્યોગ ક્ષેત્રે ક્રાંતિ કૃષી ક્ષેત્રે નવા ઉપકરણો દ્વારા ક્રાંતિ, શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ મહિલા સુરક્ષા અભિયાન યુવાનોને રોજગારીની વિશાળ તક, શ્રમિકોને કામ નું યોગ્ય વળતર, રાષ્ટ્રમાં ટેકનીકલ મિશન દ્વારા અભૂતપુર્વ ક્રાંતિ, વિદેશ નિતિમાં રાષ્ટ્રને સર્વોચ્ચ સ્થાને લાવનાર લાવનાર નેતા ગણાવ્યા હતા.

આ પણ વાંચો : બનાસકાંઠા : ઝેરડા પાસેથી જવેલર્સની લૂંટ કરનાર વધુ ત્રણ આરોપી ઝડપાયા

Back to top button