ટ્રેન્ડિંગધર્મ

નવતપામાં ખાસ કરજો સૂર્યદેવની આરાધના, શું છે પરંપરા?

  • નવતપામાં સૂર્ય દેવની આરાધના કરવાથી મનુષ્યની જન્મ કુંડળીમાં વિરાજમાન તમામ ગ્રહ દોષોમાંથી મુક્તિ મળે છે. જાગતા દેવ ગણાતા સુર્ય અને ચંદ્ર બંનેમાં પૂર્વ જન્મના પાપમાંથી મુક્તિ અપાવવાની શક્તિ છે.

નવતપા એટલે ભીષણ ગરમીના નવ દિવસ. આ નવ દિવસોમાં સૂર્ય અને પૃથ્વીની વચ્ચેનું અંતર ખૂબ ઘટી જાય છે અને આ કારણે સૂર્યદેવની ગરમી અતિશય વધી જાય છે. પૌરાણિક માન્યતાઓ એવી છે કે જ્યારે નવતપા (નૌતપા) લાગે છે ત્યારે હવામાન બદલાઈ જાય છે. ગરમીના તેવર લોકોને પરેશાન કરવા લાગે છે. સૂરજનો પારો ચઢી જાય છે અને ધરતી તપવા લાગે છે.

નવતપાની શરૂઆત

સૂર્ય 25 મે 2024ના રોજ બપોરે 3.15 વાગ્યે રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કરશે. ત્યારબાદ નવ દિવસ નવતપા રહેશે. આ સાથે સૂર્ય દેવ 8 જૂન 2024ના રોજ 1.04 વાગ્યા સુધી રોહિણી નક્ષત્રમાં રહેશે.

નવતપામાં ખાસ કરજો સૂર્યદેવની આરાધના, શું છે પરંપરા? hum dekhenge news

નવતપામાં કરો સૂર્ય દેવની આરાધના

નવતપામાં સૂર્ય દેવની આરાધના કરવાથી મનુષ્યની જન્મ કુંડળીમાં વિરાજમાન તમામ ગ્રહ દોષોમાંથી મુક્તિ મળે છે. જાગતા દેવ ગણાતા સુર્ય અને ચંદ્ર બંનેમાં પૂર્વ જન્મના પાપમાંથી મુક્તિ અપાવવાની શક્તિ છે. સુર્ય અને ચંદ્રને અર્ઘ્ય આપવા અને પ્રણામ કરવાથી વ્યક્તિ ભવસાગર તરી જાય છે. સવારે સૂર્યોદય પહેલા સ્નાન કરીને સૂર્યને અર્ઘ્ય આપો. જલપાત્રમાં કંકૂ નાખો અને સૂર્ય દેવતાને જળ ચઢાવો. જળ ચઢાવતી વખતે સૂર્ય દેવનો મંત્ર ऊं घृणि सूर्याय नमः, કે ऊँ सूर्यदेवाय नमः નો જાપ કરતા રહો.

નવતપામાં શું ન કરવું જોઈએ?

ગ્રહો અને નક્ષત્રોના પ્રભાવમાં નવતપા 25 મે, 2024થી શરૂ થાય છે. નવતપાના દિવસોમાં વિવાહ જેવી માંગલિક યાત્રામાં વિશેષ સાવધાનીઓ રાખવી. ગ્રહોની સ્થિતિને જોતા દેશના પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણમાં પ્રાકૃતિક આપતિઓ આવી શકે છે. નવતપા દરમિયાન સૂર્ય રોહિણી નક્ષત્રમાં રહે છે. તેના ફલ સ્વરૂપે સૂર્યના સીધા કિરણો પૃથ્વી પર પડે છે. સૂર્યની આ સ્થિતિ અશુભ ફળ આપે છે.

નવતપામાં આ છે પરંપરા

  • પૌરાણિક પરંપરા અનુસાર નવતપા દરમિયાન મહિલાઓ હાથ પગમાં મહેંદી મૂકે છે, કેમકે મહેંદીની પ્રકૃતિ ઠંડી હોવાથી ગરમીથી રાહત મળે છે
  • નવતપા દરમિયાન ખૂબ પાણી પીવામાં આવે છે, જેથી લોકો બીમાર ન પડે.
  • આ સખત ગરમીથી બચવા માટે દહીં, માખણ, દૂધનો ઉપયોગ કરો
  • નારિયેળ પાણી અને ઠંડક આપતી બીજી વસ્તુઓનું પણ સેવન કરો.

આ પણ વાંચોઃ  ગરમીના દિવસોમાં શરીરમાં ઘટી જતું હોય પાણી તો ખાવ આ પાંચ વસ્તુ

Back to top button