ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : ડીસાની ગોઢા રેલવે ફાટક પર યુવાને ટ્રેન નીચે ઝંપલાવ્યુ

Text To Speech
  • ભીલડી રેલવે પોલીસ દ્વારા કાર્યવાહી કરાઇ

પાલનપુર 21 મે 2024 : ભીલડી – સમદડી રેલવે લાઈન પર ડીસાની ગોઢા ફાટક પાસે સોમવારે બપોરે એક યુવકે ટ્રેન નીચે ઝંપલાવી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. યુવકની હજુ ઓળખ થઇ નથી.ભીલવી ભીલડી રેલવે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

ડીસા – થરાદ હાઇવે પર આવેલી ગોઢા રેલવે ફાટક પર સોમવારે બપોરના સુમારે પસાર થતી માલગાડી નીચે અચાનક એક યુવકે ઝંપલાવી દેતા તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. આ ઘટનાથી લોકોના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા અને ભીલડી રેલવે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે આવી તપાસ કરતા યુવક પાસેથી કંઈ ન મળતા યુવકની હજુ સુધી ઓળખ થઈ નથી. જેથી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો : બનાસકાંઠા : ડીસામાં ગ્રાહકનો વીમા ક્લેમ નામંજૂર કરનાર કંપનીને ગ્રાહક કોર્ટની લપડાક

Back to top button