IPL-2024વિશેષસ્પોર્ટસ

કોઈને પગે ન લાગવાને કારણે ગંભીરનું સિલેક્શન નહોતું થતું- જાણો કેમ

Text To Speech

21 મે, ગુવાહાટી: ગૌતમ ગંભીર જે KKRના મેન્ટર છે અને આજકાલ તેમનું નામ ટીમ ઇન્ડિયાના ભાવિ કોચ તરીકે પણ ચર્ચાઈ રહ્યું છે તેમણે એકદમ વિસ્ફોટક નિવેદન આપ્યું છે. તેમણે પોતાના એક સિલેક્શન અંગે વાત કરી હતી જે ખાસ્સી ચર્ચાસ્પદ બની શકે છે. તો ચાલો જાણીએ કે એક સમયે ગંભીરનું સિલેક્શન કેમ નહોતું થઇ રહ્યું.

ગૌતમ ગંભીરે ભારત અને રાજસ્થાન રોયલ્સના ખેલાડી રવિચંદ્રન અશ્વિનની યુટ્યુબ ચેનલ કુટ્ટી સ્ટોરીઝને આપેલા એક ઇન્ટરવ્યુમાં પોતાના અન્ડર 15 ટીમમાં નહીં થનારા સિલેક્શન વિશે કહ્યું હતું. ગંભીરે કહ્યું હતું કે હું કોઈને પગે નહોતો લાગતો એટલે મારું સિલેક્શન એ ટીમમાં નહોતું થઇ રહ્યું.

ગંભીરનું કહેવું હતું કે જ્યારે તેઓ 13 કે 14 વર્ષના હતા ત્યારે અન્ડર 15ની ટીમનું સિલેક્શન આવ્યું હતું. આ સમયે જ તેમણે નક્કી કરી લીધું હતું કે જો મારું સિલેક્શન થશે તો ફક્ત મારા મેરીટ પર જ થશે અને અન્યોની જેમ હું કોઈને પગે નહીં લાગુંમ અને થયું પણ એવું જ. હું કોઈને પગે ન લાગ્યો એટલે મારું સિલેક્શન ટાળી નાખવામાં આવ્યું હતું.

તો આ રીતે ગંભીરનું સિલેક્શન અન્ડર 15ની ટીમમાં નહોતું થઇ રહ્યું. આ ઉપરાંત ગંભીરે તેમની શરૂઆતની ક્રિકેટ કરિયરમાં આવેલી એક બીજી મુશ્કેલી વિશે પણ વિસ્તારથી જણાવ્યું હતું.

ગંભીરનું કહેવું હતું કે તેમને ઘણા લોકો સલાહ આપતા કે તે શા માટે ક્રિકેટ રમે છે? તે સાધનસંપન્ન પરિવારમાંથી આવે છે તો આવી મહેનત કરવાની શી જરૂર છે? ઘરની બહાર નીકળીને ક્રિકેટ રમવા કરતાં બહેતર રહેશે કે તે પોતાના પિતાને બિઝનેસમાં મદદ કરે. પરંતુ તેમણે તો ક્રિકેટ જ રમવું હતું એટલે તેમણે આ બધી વાતોને ઇગ્નોર કરી અને છેવટે ક્રિકેટ જ રમ્યું.

ગૌતમ ગંભીરના પિતા દિલ્હીના મોટા કારોબારીઓમાંથી એક છે અને તેમનું નાણાંકીય બેકગ્રાઉન્ડ પહેલેથી જ એક સુખી વ્યક્તિ તરીકેનું રહ્યું છે.

ગૌતમ ગંભીર અગાઉ પણ પોતાના વિસ્ફોટક અને વિવાદાસ્પદ નિવેદનો માટે જાણીતા રહ્યા છે. તેમણે ઘણી વખત 2011ના વર્લ્ડ કપની જીતનો શ્રેય ફક્ત ધોનીને ન આપતા સમગ્ર ટીમને આપવો જોઈએ તેવી વાત કરી છે. આ ઉપરાંત હાલમાં જ જ્યારે બે પૂર્વ ક્રિકેટરોએ હાર્દિક પંડ્યાની ટીકા કરી હતી ત્યારે ગંભીરે તેમને પોતાનો દેખાવ કેવો રહ્યો હતો તે જોઈ લેવાની તાકીદ કરીને પણ વિવાદ ઉભો કર્યો હતો.

Back to top button