ડોનાલ્ડ ટ્રમ્પ, પુતિન અને કિમ જોંગને બિહાર લાવો: તેજસ્વી યાદવે PM મોદી પર સાધ્યું નિશાન
- વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના 10 વર્ષના કાર્યકાળનો હિસાબ આપે: તેજસ્વી યાદવ
પટના, 20 મે: લોકસભા ચૂંટણી 2024ને ધ્યાનમાં રાખીને 5માં તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. દેશના 8 રાજ્યોમાં લોકસભાની 49 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. છઠ્ઠા તબક્કા માટે 25 મેના રોજ મતદાન થશે. આ દરમિયાન તેજસ્વી યાદવે પટનામાં મીડિયા સાથે વાત કરી હતી. આ દરમિયાન આરજેડી નેતા તેજસ્વી યાદવે PM નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું હતું. તેજસ્વી યાદવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 10 વર્ષના કાર્યકાળનો હિસાબ માંગ્યો અને કહ્યું કે, તેઓ અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ, રશિયા પ્રમુખ વ્લાદિમીર પુતિન અને ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉનને પણ બિહાર લાવવા જોઈએ અને ચારેય લોકો પાસે ચૂંટણીમાં પ્રચાર કરાવવો જોઈએ. તેજસ્વી યાદવે કહ્યું કે, વડાપ્રધાન કંઈ પણ કહેતા રહે છે.
#WATCH पटना: बिहार के पूर्व उपमुख्यमंत्री व RJD नेता तेजस्वी यादव ने कहा, “प्रधानमंत्री मोदी 10 साल के हिसाब में बताएं कि उन्होंने देश की कौन-सी चिंता की है, जिसको उन्होंने सुधारा है…बेरोजगारी, महंगाई बढ़ा दी। बिहार को विशेष राज्य का दर्जा नहीं दिया…अब जनता उनको हटाना चाहती… pic.twitter.com/gAD9FOVY1O
— ANI_HindiNews (@AHindinews) May 20, 2024
તેજસ્વી યાદવે PM મોદી પર નિશાન સાધ્યું
તેજસ્વી યાદવે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10 વર્ષનો હિસાબ લાવીને આવે અને જણાવે કે તેમણે દેશની કઈ ચિંતા કરી છે, જે તેમણે સુધારી છે. તેમણે બેરોજગારી અને મોંઘવારી વધારી છે. તેમણે બિહારને વિશેષ દરજ્જો આપ્યો નથી અને પૂર માટે ખાસ કોઈ પેકેજ પણ નથી આપ્યું. પૂર માટે ન તો તેમણે સમય આપ્યો અને ન તો એક વખત પણ મીટિંગ કરી, જે અમારી સમસ્યા હતી. વડાપ્રધાને સોયની એક પણ ફેક્ટરી ખોલી નથી. ભાજપના 39 સાંસદો હતા. તેઓએ કહે કે તેમણે શું કર્યું છે.
ટ્રમ્પ, પુતિન અને કિંગ જોંગ પાસે ચૂંટણીમાં પ્રચાર કરાવવો જોઈએ
તેજસ્વી યાદવે નિશાન સાધતા કહ્યું કે, તેઓ કોઈ ઉપયોગી વાત નથી કરતા પરંતુ નકામી વસ્તુઓ વિશે વાત કરે છે. તેઓ શિક્ષણ, દવા, કમાણી, સિંચાઈ, બેરોજગારી કે મોંઘવારી વિશે વાત કરતા નથી. તેમના બોલવાથી હવે જનતાને કોઈ ફરક પડતો નથી. જનતા હવે તેને હટાવવા માંગે છે.’ તેજસ્વી યાદવે કહ્યું કે, ડોનાલ્ડ ટ્રમ્પને બોલાવવા જોઈએ, વ્લાદિમીર પુતિન અને ઉત્તર કોરિયાના કિમ જોંગ ઉનને પણ બોલાવવા જોઈએ. આ પછી ત્રણેય કે ચારેય લોકોએ મળીને બિહારમાં ચૂંટણી પ્રચાર કરવો જોઈએ. લોકોએ સમજવું પડશે કે ભાજપનું પતન શરૂ થઈ ગયું છે. એ લોકો નર્વસ છે.
આ પણ જુઓ: આ કારણે ઉત્તરપ્રદેશના એક આખા ગામે મતદાનનો કર્યો બહિષ્કાર