અમદાવાદ, 20 મે 2024, દેશમાં હાલમાં ચાલી રહેલી લોકસભાની ચૂંટણી ટાણે અનેક સ્કૂલો અને હોસ્પિટલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ આપવામાં આવી હતી. આ દરમિયાન આજે ગુજરાત ATS દ્વારા અમદાવાદ એરપોર્ટ પરથી ISISના ચાર આતંકવાદીઓની ધરપકડ કરી છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે મૂળ શ્રીલંકાન નાગરિકો અમદાવાદ એરપોર્ટ પર આવ્યા હોવાની સેન્ટ્રલ એજન્સીના ઇનપુટ બાદ આ ચારેય શખ્સને ઝડપી લેવામાં આવ્યા છે. ગુજરાતમાં અથવા અન્ય રાજ્યમાં કોઈ કનેક્શન છે કે નહીં તેની તપાસ માટેની પ્રક્રિયા ATSએ હાથ ધરી છે.
સેન્ટ્રલ એજન્સીએ ગુજરાત એટીએસને કેટલાક ઇનપુટ શેર કર્યા
સુત્રોના જણાવ્યા પ્રમાણે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર છેલ્લા ઘણા સમયથી સેન્ટ્રલ એજન્સી દ્વારા ગોલ્ડ સ્મગલિંગ અને અન્ય વસ્તુઓ પર નજર રાખવામાં આવી રહી હતી, તે સમયે એક સેન્ટ્રલ એજન્સીએ ગુજરાત એટીએસ સાથે મળીને કેટલાક ઇનપુટ શેર કર્યા હતા. ત્યારબાદ ગુજરાત એટીએસની ટીમ અમદાવાદ એરપોર્ટ પર ખાસ વોચમાં હતી તે સમયે એક શકમંદ તેમના રડારમાં આવ્યો હતો અને તેની અટકાયત કરીને પૂછપરછ શરૂ કરી હતી.
ગુજરાતમાં સ્લીપર સેલ છે કે નહીં તેની તપાસ શરૂ
ગુજરાત ATS દ્વારા અમદાવાદ એરપોર્ટ પરથી જે ચાર શખ્સોની અટકાયત કરવામાં આવી છે તે આતંકવાદી સંગઠન આઈએસઆઈએસ આતંકવાદી છે અને તે સંગઠન સાથે ઘણા સમયથી સક્રિય હતા. તેઓ મૂળ શ્રીલંકન નાગરિક છે અને તે અમદાવાદ એરપોર્ટ શા માટે આવ્યો? ગુજરાત તેમજ ભારતમાં કોઈ મોમેન્ટ છે અથવા તેના કોઈ સ્લીપર સેલ છે કે નહીં તે તપાસવા માટે ગુજરાત એટીએસ દ્વારા પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
આજે અમદાવાદમાં IPLની ત્રણ ટીમ પહોંચવાની છે
આજે અમદાવાદમાં IPLની ત્રણ ટીમ પહોંચવાની છે. મંગળવારે ક્વોલિફાયર-1 અને બુધવારે એલિમિનેટર મેચ રમાવવાની હોવાથી આ ટીમો આજે અમદાવાદ ખાતે પહોંચવાની છે. આ ટીમોમાંથી બપોરે 12:30 કલાકે આરસીબીની ટીમ અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચી હતી, આમ એરપોર્ટ પરથી આતંકી ઝડપાતા હાઇ એલર્ટ જેવી સ્થિતિ ઊભી થઈ છે.સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર છેલ્લા ઘણા સમયથી સેન્ટ્રલ એજન્સી દ્વારા ગોલ્ડ સ્મગ્લિંગ અને અન્ય વસ્તુઓ પર નજર રાખવામાં આવી રહી હતી, તે સમયે એક સેન્ટ્રલ એજન્સીએ ગુજરાત એટીએસ સાથે મળીને કેટલાક ઇનપુટ શેર કર્યા હતા. ત્યારબાદ ગુજરાત એટીએસની ટીમ અમદાવાદ એરપોર્ટ પર ખાસ વોચમાં હતી. તે સમયે એક શકમંદ તેમના રડારમાં આવ્યો હતો અને તેની અટકાયત કરીને પૂછપરછ શરૂ કરી હતી. જેમાં કુલ ચાર શખ્સોનું સામે આવ્યું હતું.
આ પણ વાંચોઃIGI એરપોર્ટ બાદ અમદાવાદ એરપોર્ટને પણ બોમ્બ ઉડાવી દેવાની મળી ધમકી