ટ્રેન્ડિંગનેશનલવિશેષ

દેશમાં બાળમૃત્યુ દરમાં જંગી ઘટાડો, જાણો શું કહે છે અભ્યાસ?

  • 7 દિવસથી 11 મહિના દરમિયાન થાય છે બાળકોના મોટાભાગના મૃત્યુ
  • NFHSના 1993 અને 2021 વચ્ચે બાળ મૃત્યુમાં સૌથી વધુ ઘટાડો જોવા મળ્યો
  • યુનાઈટેડ નેશન્સ સસ્ટેનેબલ ડેવલપમેન્ટનો 2030 સુધીમાં મૃત્યુદર ઘટાડવાનો ગોલ

નવી દિલ્હી, 20 મે:  ભારતમાં, પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોના મોટાભાગના મૃત્યુ પ્રારંભિક નવજાત સમયગાળા (પ્રથમ 7 દિવસ) અને નવજાત શિશુ પછીના સમયગાળા (29 દિવસથી 11 મહિના) દરમિયાન થાય છે. જામા નેટવર્ક ઓપનમાં પ્રકાશિત થયેલા નવા સંશોધનમાં દાવો કરવામાં આવ્યો છે કે બાળકનો જન્મ દરેક પરિવાર માટે સૌથી ખુશીની ક્ષણ હોય છે. આ કોઈ તહેવારથી ઓછું નથી. તમે દુનિયાના કોઈપણ ખૂણામાં જાઓ તો તમને આ ચોક્કસ જોવા મળશે. પરંતુ આ ખુશીની ક્ષણો અમુક લોકો માટે શોકની ક્ષણોમાં ફેરવાઈ જાય છે જ્યારે બાળક જન્મ્યાના થોડા જ દિવસોમાં મૃત્યુ પામે છે. એક નવા સંશોધનમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારતમાં પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોના મોટાભાગના મૃત્યુ શરૂઆતના 7 દિવસથી 11 મહિના દરમિયાન થાય છે.

આ સંશોધન જામા નેટવર્ક ઓપનમાં પ્રકાશિત થયું છે. આ અભ્યાસ નેશનલ ફેમિલી હેલ્થ સર્વે (NFHS)ના તમામ પાંચ અહેવાલોમાં નોંધાયેલા 5 વર્ષથી ઓછી વયના બાળકોના 2.3 લાખથી વધુ મૃત્યુના વિશ્લેષણ પર આધારિત છે. પાંચ NFHS અહેવાલોના પરિણામો 1993, 1999, 2006, 2016 અને 2021 માં બહાર પાડવામાં આવ્યા હતા. અભ્યાસ અનુસાર, 1993 અને 2021 વચ્ચે બાળ મૃત્યુમાં સૌથી વધુ ઘટાડો જોવા મળ્યો હતો. જ્યાં 1993માં મૃત્યુની સંખ્યા 1,000 બાળકો દીઠ 33.5 હતી, તે 2021માં ઘટીને 6.9 પ્રતિ 1,000 બાળકો પર આવી ગઈ.

સંશોધન કેવી રીતે કરવામાં આવ્યું છે?

સંશોધકોએ બાળ મૃત્યુદરને ચાર શ્રેણીઓમાં વિભાજિત કર્યો છે. પ્રારંભિક નવજાત એટલે કે જન્મના પ્રથમ 7 દિવસ, અંતમાં નવજાત એટલે કે 8-28 દિવસ, નવજાત પછી એટલે કે 29 દિવસથી 11 મહિના અને શિશુ 12-59 મહિના. તેઓએ જોયું કે અગાઉ પ્રારંભિક નવજાત શિશુમાં દર 1,000 દીઠ 33.5 મૃત્યુ હતા, પરંતુ તેમાં ઘટાડો થયો છે અને તે 20.3 પર પહોંચી ગયો છે. અંતમાં નવજાત મૃત્યુ દર 1,000 દીઠ 14.1 થી ઘટીને 4.1 થયો. પ્રસૂતિ પછીનો મૃત્યુદર 31.0 થી ઘટીને 10.8 પ્રતિ 1,000 મૃત્યુ થયા છે.

સંશોધકોનું કહેવું છે કે સમય જતાં મૃત્યુદરમાં ઘટાડો થયો છે. 2016 થી 2021 સુધી કેટલાક રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મૃત્યુદર તમામ તબક્કામાં કથળી ગયો છે, અને જો આ પેટર્ન ચાલુ રહે છે, તો આ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સંયુક્ત રાષ્ટ્રના ટકાઉ વિકાસ લક્ષ્યાંકો (SDGs)ને પહોંચી વળવા સક્ષમ રહેશે નહીં.

યુનાઈટેડ નેશન્સ સસ્ટેનેબલ ડેવલપમેન્ટનો ગોલ શું છે?

યુએનના SDGના 2030ના પ્રથમ 5 વર્ષમાં મૃત્યુદર ઘટાડીને 1,000 જીવંત જન્મ દીઠ 25 મૃત્યુ અને પ્રથમ 28 દિવસમાં 1,000 જીવંત જન્મ દીઠ 12 મૃત્યુને ઓછો કરવાનો છે. હાર્વર્ડ, યુનિવર્સિટી ઓફ ટોરોન્ટો અને આઈઆઈટી મંડીના સંશોધકોએ અલગ-અલગ લક્ષ્યાંક નક્કી કર્યા છે. 2021 માં 21 રાજ્યો દર 1000 જન્મો માટે પ્રારંભિક નવજાત મૃત્યુદરને 7 સુધી ઘટાડવાના લક્ષ્યને પૂર્ણ કરી શક્યા નથી.

આ પણ વાંચો:  શું છે 1300 ટાપુઓ માટેનો ‘સિંગાપોર’ પ્લાન? જેના પર PM મોદી ચૂપચાપ કરી રહ્યા છે કામ

Back to top button