અમદાવાદ: ગૂજરાત વિદ્યાપીઠે નવું ફી માળખું જાહેર કર્યું
- પીજી ડીપ્લોમા અને ઓડીયો વિજ્યુઅલમાં રૂ.10,000 એક સત્ર માટેની ફી
- વિદ્યાપીઠ એકપણ હાયર પેમેન્ટ કે સેલ્ફ ફાયનાન્સ કોર્સ ચલાવતી નથી
- આ ફી માળખુ નવા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને લાગુ પડશે
અમદાવાદમાં ગૂજરાત વિદ્યાપીઠે નવું ફી માળખું જાહેર કર્યું છે. જેમાં વાર્ષિક ફીમાં 35 ટકા સુધીનો વધારો કર્યો છે. વર્ષ-2024-25 માટે પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ માટે નવું ફી માળખું લાગુ પડશે. તેમજ UGની ફી રૂ.5,200થી વધી રૂ.7,000, PGની ફી રૂ.6,200થી વધી 8 હજાર કરાઈ છે.
આ પણ વાંચો: અમદાવાદ RTO કચેરીમાં આજથી લાયસન્સ મેળવવા ડ્રાઈવિંગ ટેસ્ટ શરૂ
વિદ્યાપીઠ એકપણ હાયર પેમેન્ટ કે સેલ્ફ ફાયનાન્સ કોર્સ ચલાવતી નથી
વિદ્યાપીઠ એકપણ હાયર પેમેન્ટ કે સેલ્ફ ફાયનાન્સ કોર્સ ચલાવતી નથી. જેમાં ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા ચાલુ વર્ષે એટલે કે, વર્ષ-2024-25ના શૈક્ષણિક વર્ષમાં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓ માટે નવુ ફી માળખુ જાહેર કર્યું છે. વિદ્યાપીઠ દ્વારા જાહેર કરાયેલા ફી માળખા મુજબ વાર્ષિક ફીમાં 35 ટકા જેટલો વધારો ઝીંકાયો છે. UG કોર્સની ગત વર્ષે વાર્ષિક ફી રૂ.5,200 હતી જે વધારીને રૂ.7 હજાર કરાઈ છે જ્યારે PGની વાર્ષિક ફી રૂ.6,200 હતી જે વધારીને રૂ.8 હજાર કરાઈ છે. આ ફી માળખુ નવા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને લાગુ પડશે. જૂના અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓએ જૂની એટલે કે, ગત વર્ષે જાહેર કર્યા મુજબની ફી ભરવાની રહેશે.
પીજી ડીપ્લોમા અને ઓડીયો વિજ્યુઅલમાં રૂ.10,000 એક સત્ર માટેની ફી
આ મુદ્દે વિદ્યાપીઠના અધિકારીઓ જણાવે છે કે, વિદ્યાપીઠ એકપણ હાયર પેમેન્ટ કે સેલ્ફ ફાયનાન્સ કોર્સ ચલાવતી નથી તેમજ સ્નાતક અને અનુસ્નાતકનું સમાન અને સરળ માળખુ છે. નવા ફી માળખા મુજબ UGના કોર્સમાં ટયુશન ફી રૂ.2,500, સ્ટેશનરી ફી રૂ.250, સ્પોર્ટ અને કલ્ચરલ એક્ટિવિટીની ફી રૂ.250, EPC ફી રૂ.250, લાયબ્રેરી ફી રૂ.250 મળી એક સત્રની કુલ ફી રૂ.3,500 કરાઈ છે, જે ગત વર્ષે રૂ.2,600 હતી. આવી જ રીતે પીજી કોર્સમાં ટયુશન ફી રૂ.3,00 સ્ટેશનરી ફી રૂ.250, સ્પોર્ટ અને કલ્ચરલ એક્ટિવીટીની ફી રૂ.250, EPC ફી રૂ.250, લાયબ્રેરી ફી રૂ.250 મળી એક સત્રની કુલ ફી રૂ.4,000 કરાઈ છે, જે ગત વર્ષે રૂ.3,100 હતી. આ સિવાય લેબોરેટરી, સાયન્સ વિષય, કોમ્યુટર, ફિઝીકલ એજ્યુકેશનના યુજી કોર્સમાં વધુ 1,000 સાથે રૂ.4500 જ્યારે પીજીમાં વધુ રૂ.3000 સાથે કુલ ફી રૂ.7,000 તેમજ પીજી ડીપ્લોમા અને ઓડીયો વિજ્યુઅલમાં રૂ.10,000 એક સત્ર માટેની ફી નક્કી કરાઈ છે.