વડોદરામાં ભયંકર ગરમી જીવલેણ બની, ગભરામણ બાદ વધુ 2 લોકોના મૃત્યુ
- ગરમી અને હીટ સ્ટ્રોકને કારણે બેભાન થવુ અને ચક્કર આવે છે
- છેલ્લા 24 કલાકમાં વધુ બે લોકોના ગભરામણથી મોત થયા
- રસાલીના 32 વર્ષીય સંજય સોલંકીનું ગભરામણથી મોત થયુ
વડોદરામાં ભયંકર ગરમી જીવલેણ બની છે. જેમાં શહેરમાં ગભરામણની સમસ્યા વધી છે. તેમાં છેલ્લા 24 કલાકમાં વધુ બે લોકોના ગભરામણથી મોત થયા છે. જેમાં તરસાલીના 32 વર્ષીય સંજય સોલંકીનું ગભરામણથી મોત થયુ છે. તથા 49 વર્ષીય આનંદ ગાયકવાડનું બેભાન થયા બાદ મોત થયુ છે.
આ પણ વાંચો: અમદાવાદમાં બે વ્યક્તિઓએ અનોખી રીતે બેંકથી લોન લઇ કરી લાખો રૂપિયાની છેતરપિંડી
48 કલાકમાં ગભરામણ, છાતીમાં દુખાવા બાદ 9ના મોત થયા
ઉલ્લેખનીય છે કે 48 કલાકમાં ગભરામણ, છાતીમાં દુખાવા બાદ 9ના મોત થયા છે. જેમાં શહેરમાં હૃદયરોગની સાથે હીટવેવ જીવલેણ બની છે. જેમાં છેલ્લા 24 કલાકમાં વધુ બે લોકોના ગભરામણથી મોત થયા છે. તરસાલીના 32 વર્ષીય સંજય સોલંકીનું ગભરામણ થયા બાદ મોત થયુ છે. તેમજ રાજમહેલ રોડ પર રહેતા 49 વર્ષીય આનંદ ગાયકવાડનું બેભાન થયા બાદ મોત થયુ છે. જેમાં છેલ્લા 48 કલાકમાં ગભરામણ અને છાતીમાં દુખાવા બાદ 9 લોકોના મોત થયા છે.
ગરમીમાં એક્સેસાઇઝ કરતા લોકોને આ તકલીફ વધારે રહે છે
ગરમી અને હીટ સ્ટ્રોકને કારણે બેભાન થવુ અને ચક્કર આવે છે ત્યારે શરીરનું તાપમાન બહારના હાઇ ટેમ્પરેચરની પ્રતિક્રિયામાં અનેક ઘણો વધી જાય છે. વધારે ગરમીમાં બહાર નીકળતા લોકો, ફિલ્ડમાં કામ કરતા લોકો તેમજ ગરમીમાં એક્સેસાઇઝ કરતા લોકોને આ તકલીફ વધારે રહે છે. કોઇપણ ઇનડોર જગ્યાએ જ્યાં તાપમાન વધારે હોય છે ત્યાં પણ આ સમસ્યા લોકોને રહેતી હોય છે.હેલ્થ એક્સપર્ટ અનુસાર ગરમીમાં તાપમાન વધારે હોય છે અને સાથે કેટલીક સ્થિતિ એવી હોય છે જેના કારણે થાક, ચક્કર આવવા તેમજ બેભાન જેવી સમસ્યા થઇ શકે છે. આ પાછળનું મુખ્ય કારણ ડિહાઇડ્રેશન છે. જ્યારે શરીરમાંથી પરસેવો વધારે નીકળે ત્યારે પાણીની ખાસ જરૂરિયાત હોય છે. પાણી ના પીવાને કારણે ડિહાઇડ્રેશનની સમસ્યા થઇ શકે છે જેના કારણે ચક્કર અને બેભાન આવે છે.