ટોપ ન્યૂઝવર્લ્ડ

ઈરાનના પ્રમુખનું હેલિકોપ્ટર ક્રેશ થયું ! ઈબ્રાહીમ રાયસી લાપતા થયા ?

Text To Speech

નવી દિલ્હી, 19 મે : ઈરાનના પ્રમુખ ઈબ્રાહિમ રાયસીને લઈ જઈ રહેલા હેલિકોપ્ટરને રવિવારે હાર્ડ લેન્ડિંગ થયું હતું જે અંગે ગૃહ પ્રધાન અહમદ વાહિદીએ પુષ્ટિ આપી હતી. રાયસી ઈરાનના પૂર્વ અઝરબૈજાન પ્રાંતમાં પ્રવાસ કરી રહ્યા હતા. આ ઘટના ઈરાનની રાજધાની તેહરાનથી ઉત્તર-પશ્ચિમમાં લગભગ 600 કિલોમીટર (375 માઈલ) દૂર જોલ્ફા શહેરની નજીક બની હતી. એવું સામે આવ્યું છે કે કથિત રીતે ત્રણ હેલિકોપ્ટર કાફલામાં હતા, અને અન્ય બે કોઈ સમસ્યા વિના પાછા ફર્યા હતા.

આ અંગે અધિકારીઓએ જણાવ્યું હતું કે ખરાબ હવામાનને કારણે ઈરાની રેડ ક્રેસન્ટ સોસાયટીની બચાવ ટુકડીઓ જ્યાં આ ઘટના બની હતી ત્યાં સુધી પહોંચવું મુશ્કેલ બન્યું હતું જે પ્રેસ ટીવીએ અહેવાલ આપ્યો હતો. ઓપરેશનમાં મદદ માટે ડ્રોન પણ મોકલવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, રાયસી 19 મેની સવારે અઝરબૈજાનના પ્રમુખ ઇલ્હામ અલીયેવ સાથે ડેમનું ઉદ્ઘાટન કરવા માટે અઝરબૈજાન ગયા હતા. અરસ નદી પર બનેલો આ ત્રીજો ડેમ છે, જે બંને દેશોએ બાંધ્યો છે.

ઈરાનના વિદેશ મંત્રી હોસૈન અમીરાબ્દોલ્લાહિયન અને પ્રાંતમાં ઈરાનના સર્વોચ્ચ નેતાના પ્રતિનિધિ આયાતુલ્લા મોહમ્મદ અલી-હાશેમ, રાયસી સાથે હેલિકોપ્ટરમાં હતા. ઉર્જા મંત્રી અલી અકબર મેહરબિયન અને હાઉસિંગ અને ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર મેહર્દાદ બજારપાશ અન્ય હેલિકોપ્ટરમાં સામેલ હતા જેઓ સુરક્ષિત રીતે તેમના ગંતવ્ય પર પહોંચી ગયા હતા.

ઈરાનના ગૃહમંત્રીએ કહ્યું કે પ્રમુખ સાથે કોઈ વાતચીત થઈ નથી. જો કે, કેટલાક અહેવાલો સૂચવે છે કે હેલિકોપ્ટરમાં રાયસીની સાથે આવેલા લોકોએ ઇમરજન્સી કોલ કરીને જાણ કરી હતી કે પ્રમુખ સુરક્ષિત અને સ્વસ્થ છે. ઇમરજન્સી સેવાઓ અકસ્માત સ્થળે પહોંચી ગઈ છે, પરંતુ હજુ સુધી કોઈ અહેવાલ નથી.

Back to top button