ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

દિલ્હી પોલીસ સીએમ આવાસ પર પહોંચી, CCTV DVR કર્યા જપ્ત

Text To Speech
  • આજે દિલ્હી પોલીસ સીએમ આવાસ પર પહોંચી
  • સીસીટીવી ડીવીઆર, પ્રિન્ટર અને લેપટોપ કર્યા જપ્ત
  • બિભવ કુમાર તપાસમાં સહકાર નથી આપી રહ્યા-દિલ્હી પોલીસ

નવી દિલ્હી,19 મે: AAP સાંસદ સ્વાતિ માલીવાલ પર હુમલાના મામલામાં દિલ્હી પોલીસની તપાસ ચાલી રહી છે. જ્યારે આજે સવારે દિલ્હી પોલીસે કહ્યું કે બિભવ કુમાર તપાસમાં સહકાર નથી આપી રહ્યા ત્યારે બપોરે દિલ્હી પોલીસ સીએમ આવાસ પર પહોંચી ગઈ. પહેલા એવી અટકળો હતી કે દિલ્હી પોલીસ બિભવ કુમારને પણ તેમની સાથે સીએમ આવાસ પર લઈ જશે, પરંતુ જ્યારે દિલ્હી પોલીસની ટીમ સીએમ આવાસ પર પહોંચી તો બિભવ કુમાર તેમની સાથે ત્યાં હાજર નહતા. પોલીસની ટીમ સીએમ આવાસ પર ગઈ હતી અને અંદરથી કેટલીક મહત્વની વસ્તુઓ જપ્ત કરી સાથે લઈ ગઈ હતી.

‘બિભવ તપાસમાં સહકાર આપી રહ્યા નથી”

અહી જણાવવાનું કે દિલ્હી પોલીસ સ્વાતિ માલીવાલ કેસની સતત તપાસ કરી રહી છે. ગઈકાલે શનિવારે દિલ્હી પોલીસે આ મામલામાં આરોપી અરવિંદ કેજરીવાલના પીએની સીએમ આવાસથી ધરપકડ કરી હતી. તેની ધરપકડ બાદ દિલ્હી પોલીસ સતત બિભવ કુમારની પૂછપરછ કરવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ પોલીસનું કહેવું છે કે બિભવ કુમાર પૂછપરછમાં સહકાર આપી રહ્યા નથી અને તે માત્ર હા કે નામાં જ જવાબ આપી રહ્યા છે. આ સિવાય દિલ્હી પોલીસને પેન ડ્રાઈવમાં એક સીસીટીવી ક્લિપ સોંપવામાં આવી છે, જે કોરી નીકળી છે.

અહી જુઓ વીડિયો: 

પોલીસ તેમની સાથે કઈ વસ્તુઓ લઈ ગઈ?

પૂરતી માહિતી ન મળતાં, દિલ્હી પોલીસની ટીમ આજે ફરી સીએમ હાઉસ પહોંચી હતી. બિભવ કુમાર અહીં દિલ્હી પોલીસ સાથે હાજર ન હતા. દિલ્હી પોલીસ સીધી સીએમ આવાસની અંદર પહોંચી અને થોડીવાર પછી સામાન લઈને બહાર આવી હતી. દિલ્હી પોલીસે સીએમ આવાસમાંથી સીસીટીવી ડીવીઆર, પ્રિન્ટર અને લેપટોપ જપ્ત કરીને પોતાની સાથે લઈ ગઈ છે. આ સાથે દિલ્હી પોલીસે પુરાવા પેટી પણ લીધી હતી. આપને જણાવી દઈએ કે AAP સાંસદ સ્વાતિ માલીવાલે બિભવ કુમાર પર મારપીટનો આરોપ લગાવ્યો હતો, જે બાદ પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે.

આ પણ વાંચો:  પ્રયાગરાજમાં ઇન્ડી ગઠબંધનની જાહેર સભામાં નાસભાગ, અનેક ઘાયલઃ જૂઓ વીડિયો

Back to top button