ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : ડીસાની મદરેસાઓની કરવામાં આવશે તપાસ

Text To Speech
  • રાજ્ય સરકારના આદેશ પગલે શિક્ષણ વિભાગ મદ્રેસાઓની તપાસ કરશે

પાલનપુર 18 મે 2024 : રાજ્યભરમાં આવેલી મદ્રેસાઓમાં બિન મુસ્લિમ બાળકોની તપાસ સહિત અન્ય પાસાઓ તપાસવા સરકાર દ્વારા આપેલા આદેશ મુજબ ડીસામાં પણ શિક્ષણ વિભાગ દ્વારા મદરેસાઓની તપાસ કરવામાં આવશે. સરકાર દ્વારા મદ્રેસાઓની તપાસ માટે દરેક જિલ્લા શિક્ષણ અધિકારીને લિસ્ટ આપવામાં આવ્યું છે. જેમાં બનાસકાંઠા જિલ્લાની કુલ 97 જેટલી મધરેસાઓની તપાસ કરવાનું લિસ્ટ આવ્યું હોવાનું જિલ્લા શિક્ષણ અધિકારીએ જણાવ્યું હતું. જેમાં ડીસામાં આવેલી છ જેટલી મદ્રેસાઓની પણ તપાસ હાથ ધરવામાં આવશે. તપાસ ટીમ દ્વારા મદ્રેસાઓમાં બિન મુસ્લિમ બાળકો શિક્ષકોનો પગાર સ્રોત તેમજ અન્ય સુવિધાઓ કઈ છે તેની તપાસ કરવામાં આવશે. આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલા ફોર્મ માં મુખ્ય બાબત માગવામાં આવી છે. જેમાં મદરેસાનું સંચાલન કરનારી વ્યક્તિનું નામ, ટ્રસ્ટ- સંસ્થાનું નામ, મદરેસાને જે સંસ્થા દ્વારા મંજૂરી અપાઈ છે તેનું નામ, મદરેસાના મકાનમાં ઓરડીની સંખ્યા કેટલી છે?, અભ્યાસ માટેનો સમય શો છે,શિક્ષકોને પગાર ચૂકવવા માટે નાણાંનો સ્ત્રોત શું છે?, અભ્યાસ કરતાં બાળકોની ઉંમરની માહિતી,અન્ય શાળામાં અભ્યાસ કરતા હો તેની સંખ્યા વિશે તપાસ કરવામાં આવશે.

આ પણ વાંચો : બનાસકાંઠા : ડીસા પાણીની પાઈપ તુટી જતાં હજારો લીટર પીવાના પાણીનો વેડફાટ

Back to top button