અમદાવાદગુજરાત

અમદાવાદ એરપોર્ટ પર રિક્ષાચાલકો અને સિક્યોરિટી ગાર્ડ વચ્ચે મારામારી, એકને ઈજા પહોંચી

Text To Speech

અમદાવાદ, 18 મે 2024, એરપોર્ટ પર અનેક વખત રિક્ષાચાલકો અને સિક્યુરિટી ગાર્ડ્સ વચ્ચે ઘર્ષણ થયાની ઘટનાઓ બની છે. ગઈકાલે રાત્રે પણ 10 જેટલા રિક્ષાચાલકોને 2 સિક્યોરિટી સ્ટાફ સાથે માથાકુટ થઈ હતી. રિક્ષાચાલકોએ સિક્યોરિટી ગાર્ડને મારમાર્યો હતો અને વાહનોની તોડફોડ પણ કરી હતી. સિક્યોરિટી ગાર્ડને કપાળ પર લોહી નીકળતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી.

રિક્ષા ચાલકોએ બે સિક્યોરિટી સ્ટાફ પર હુમલો કર્યો હતો
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદ એરપોર્ટ પર ગઈકાલે સાંજે એરાઈવલ લેન પાસે રિક્ષા ચાલકોને એરપોર્ટના સિક્યોરિટી ગાર્ડ સાથે બોલાચાલી થઈ હતી.બોલાચાલી ઉગ્ર થતાં 10 જેટલા રિક્ષાચાલકોએ મારપીટ શરૂ કરી હતી. સિક્યોરિટી સ્ટાફના રાહુલ અને કમલેશ નામના વ્યક્તિઓ સાથે રિક્ષા ચાલકોએ મારામારી કરી હતી. જેથી 100 નંબર પર ફોન કરીને પોલીસને જાણ કરી અને પોલીસ ફરિયાદ નોંધાવી હતી. બંને પોલીસ સ્ટેશનથી પરત ફરી રહ્યા હતા ત્યારે ઓલા પાર્કિંગ પાસે આશરે 30થી 40 ડ્રાઇવર એકઠા થયા હતા. તેઓએ બે સિક્યોરિટી સ્ટાફ પર હુમલો કર્યો હતો. આ દરમિયાન અન્ય ગાર્ડ પણ એકઠા થયા હતા.જેમણે રિક્ષાચાલકોએ મારમાર્યો હતો.આ દરમિયાન વાહનોમાં પણ તોડફોડ થઈ હતી.

PI, ACP, DCP સહિતનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો
મારામારી દરમિયાન ઈજાગ્રસ્ત થયેલા ગાર્ડને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ગાર્ડને કપાળ પરથી લોહી નીકળવા માંડ્યું હતું. બનાવની જાણ થતાં PI, ACP, DCP સહિતનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો.અમદાવાદ એરપોર્ટ પર અનેક વખત સિક્યોરિટી અને રિક્ષાચાલક વચ્ચે મારામારી-ઘર્ષણના બનાવ બન્યા હતા. પરંતુ સ્થાનિક પોલીસના ઢીલા વલણના કારણે કોઇ કડક કાર્યવાહી થઈ ન હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યા છે. એરપોર્ટ પર સામાન્ય રીતે બોલાચાલી પેસેન્જર માટે થતી હોવાની વિગતો મળતી હોય છે.

આ પણ વાંચોઃઅમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટ ઓપરેશન્સ અને એરક્રાફ્ટ પાર્કિંગની ક્ષમતા વધી

Back to top button