ટ્રેન્ડિંગમનોરંજન

અક્ષયકુમારની ‘હાઉસફુલ 5’માંથી અનિલ કપૂરનું પત્તુ કપાયું? કોને મળી શકે છે ચાન્સ?

Text To Speech
  • ‘હાઉસફુલ 5’ ને લઈને રોજ નવા સસ્પેન્સ ખૂલે છે અને નવી વાતો સામે આવતી જાય છે. આ એક બેસ્ટ મલ્ટી-સ્ટારર ફિલ્મ બનવા જઈ રહી છે, જેમાં બોલિવૂડના ઘણા મોટા કલાકારો કોમેડીનો તડકો લગાવશે

18 મે, મુંબઈઃ ‘હાઉસફુલ 5’ ની જાહેરાત કરવામાં આવી છે, ત્યારથી આ ફિલ્મ ચર્ચામાં છે. તેને લઈને રોજ નવા સસ્પેન્સ ખૂલે છે અને નવી વાતો સામે આવતી જાય છે. આ એક બેસ્ટ મલ્ટી-સ્ટારર ફિલ્મ બનવા જઈ રહી છે, જેમાં બોલિવૂડના ઘણા મોટા કલાકારો કોમેડીનો તડકો લગાવશે. 2010માં રીલીઝ થયેલી અક્ષય કુમાર, રિતેશ દેશમુખ, દીપિકા પાદુકોણ અને લારા દત્તા સ્ટારર ફિલ્મ ‘હાઉસફુલ’ના અત્યાર સુધીમાં 4 ફ્રેન્ચાઇઝી પાર્ટ્સ બની ચૂક્યા છે.

હવે આ ફિલ્મની 5મી ફ્રેન્ચાઈઝીની પણ જાહેરાત કરવામાં આવી છે, જેમાં તાજેતરમાં જ અભિષેક બચ્ચન હોવાની માહિતી સામે આવી હતી. આ સિવાય અનિલ કપૂર અને નાના પાટેકરની જોડી પણ આ ફિલ્મમાં ફરી જોવા મળવાની હતી, પરંતુ હવે કદાચ તે શક્ય નહીં બની શકે, કારણ કે એવા અહેવાલો છે કે અનિલ કપૂરે ફિલ્મમાંથી પીછેહટ કરી છે.

 અક્ષયકુમારની 'હાઉસફુલ 5'માંથી અનિલ કપૂરનું પત્તુ કપાયું? કોને મળી શકે છે ચાન્સ? hum dekhenge news

કયા કારણે છોડી ફિલ્મ?

અનિલ કપૂરે આ ફિલ્મ છોડી દીધી તેનું મુખ્ય કારણ ફીને લઈને ચાલેલી બબાલ છે. ‘હાઉસફુલ 5’ના નિર્માતા સાજિદ નડિયાદવાલા અને અનિલ કપૂર ફીને લઈને સહમત થઈ શક્યા નથી. અનિલે જેટલી રકમની માંગણી કરી હતી, તેનાથી સાજિદ ખુશ ન હતા અને તેથી જ અનિલે ફિલ્મ છોડી દીધી છે.
પહેલા અનિલ અને નાના પાટેકરની કોમિક જોડી દર્શાવવાની હતી પરંતુ હવે અનિલે ફિલ્મ છોડી દીધી હોવાને કારણે મેકર્સ નાના પાટેકરના રોલ પર ફરીથી કામ કરી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેનું પાત્ર ફરીથી લખવામાં આવી રહ્યું છે.

અક્ષયકુમારની 'હાઉસફુલ 5'માંથી અનિલ કપૂરનું પત્તુ કપાયું? કોને મળી શકે છે ચાન્સ? hum dekhenge news

આ અભિનેતાને મળી શકે છે તક

અર્જુન રામપાલને હાઉસફુલ 5માં કાસ્ટ કરવામાં આવે તેવી શક્યતાઓ છે. અર્જુન રામપાલ ફરી એકવાર ફિલ્મમાં જોવા મળી શકે છે. આ પહેલા તે હાઉસફુલ (2010)ના પહેલા ભાગમાં દીપિકા પાદુકોણના મોટા ભાઈના રોલમાં જોવા મળ્યો હતો. જો અર્જુન ફિલ્મમાં આવશે તો તે 14 વર્ષ પછી ફિલ્મમાં તેનું કમબેક હશે.

આ પણ વાંચોઃ જેકી શ્રોફના નામ અને અવાજનો ઉપયોગ પરવાનગી વિના નહીં થાય: હાઈકોર્ટ

Back to top button