ટ્રાવેલટ્રેન્ડિંગ

વેકેશનમાં બનાવો ભૂતાન ટ્રિપનો પ્લાન, ઓછા ખર્ચે ફરો સુંદર જગ્યાઓ

  • ભૂતાન ફરવા જવા ઈચ્છતા લોકો માટે IRCTC એક સ્પેશિયલ ટ્રેન ટૂર પેકેજ લઈને આવ્યું છે. તેમાં તમે ફુએંત્શોલિંગ, પારો, પુનાખા અને થિંપૂ ફરી શકશો

ગરમીની રજાઓમાં ફરવા માટે ભૂતાન બેસ્ટ વિકલ્પ બની શકે છે. ભૂતાન ફરવા જવા ઈચ્છતા લોકો માટે આઈઆરસીટીસી એક સ્પેશિયલ ટ્રેન ટૂર પેકેજ લઈને આવ્યું છે. તેમાં તમે ફુએંત્શોલિંગ, પારો, પુનાખા અને થિંપૂ ફરી શકશો. સાથે આ પેકેજમાં તમને હોટલ કે લોકલ રેસ્ટોરાંમાંથી બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર પણ મળી શકશે.

9 રાત અને 10 દિવસનો સ્પેશિયલ પ્લાન

આઈઆરસીટીસીના આ સ્પેશિયલ ટ્રેન ટૂર પેકેજનું નામ બ્યુટીફુલ ભૂતાન છે. આ ટ્રેન ટૂર પેકેજ નવ રાત અને 10 દિવસનું છે. આ પેકેજ 23 મે પશ્ચિમ બંગાળની રાજધાની કોલકત્તાથી શરૂ થશે. ટ્રાવેલિંગ મોડ ટ્રેન રહેશે. જેમાં કંચનગંગા એક્સપ્રેસથી સિયાલદહથી હાસીમારા આવવા જવાનું આઈઆરસીટીસીના સ્પેશિયલ ચાર્ટર્ડ થર્ડ એસી કોચમાં હશે.

ભૂતાનના આ સુંદર શહેરોની મુલાકાત લો

IRCTCના આ સ્પેશિયલ ટ્રેન ટૂર પેકેજમાં, તમે ફુએંત્શોલિંગ, પારો, પુનાખા અને થિમ્પૂની મુલાકાત લઈ શકશો, જેમાં તમે ફુએંત્શોલિંગમાં 2 રાત, પારોમાં 2 રાત, પુનાખામાં 1 રાત અને થિમ્પુમાં 2 રાત રહેશો. ભોજન માટે આ પેકેજમાં તમને સ્થાનિક રેસ્ટોરાંમાંથી નાસ્તો, લંચ અને ડિનર મળશે. ટ્રેનમાં મુસાફરી દરમિયાન IRCTC ઈ-કેટરિંગ દ્વારા એક ચા, 2 ડિનર અને 1 બ્રેકફાસ્ટ આપવામાં આવશે.

ગરમીની રજાઓમાં બનાવો ભૂતાન ટ્રિપનો પ્લાન, ઓછા ખર્ચે ફરો સુંદર જગ્યાઓ hum dekhenge news

 ટૂર પેકેજમાં સામેલ છે ટ્રાવેલ ઈન્શ્યોરન્સ

આ પ્લાનમાં તમે ભૂતાનથી અંગ્રેજી અને હિન્દી બોલતો એક લોકલ ગાઈડ પણ લઈ શકશો. આ ઉપરાંત ભૂતાનમાં તમને એસી ડીલક્સ બસ દ્વારા ફેરવવામાં આવશે. સાથે જ આ પેકેજમાં ટ્રાવેલ ઈન્સ્યોરન્સ પણ સામેલ છે. તેમજ દરરોજ પાણીની બોટલ આપવામાં આવશે. આ પેકેજમાં 5 ટકા GST પણ સામેલ છે.

66,900 રૂપિયાનો થશે ખર્ચ

જો આ સ્પેશિયલ ટ્રેન ટૂર પેકેજની કિંમત વિશે વાત કરીએ તો સિંગલ બુકિંગ પર તમારે 66,900 રૂપિયા ખર્ચવા પડશે. જ્યારે ડબલ શેરિંગની કિંમત 53,700 રૂપિયા અને ટ્રિપલ શેરિંગની કિંમત 49,300 રૂપિયા હશે. આ સિવાય બાળક માટે બેડ ખરીદવા માટે 49,300 રૂપિયા ખર્ચવા પડશે અને બેડ નહીં લો તો તમારે 39,100 રૂપિયા ખર્ચવા પડશે.

જો તમે પણ આ સ્પેશિયલ ટ્રેન ટૂર પેકેજ બુક કરવાનું વિચારી રહ્યા છો, તો તમે IRCTCની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને જાતે જ બુક કરી શકો છો. ધ્યાનમાં રાખો કે ભૂટાનમાં પ્રવેશ કરતી વખતે, તમારી પાસે ભારતીય ID પ્રૂફ હોવું જરૂરી છે.

આ પણ વાંચોઃ હવે ઓછા બજેટમાં અને કોઈ પણ સીઝનમાં લઈ શકશો લેહની મુલાકાત

Back to top button