કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝ
આવતીકાલે CM ભૂપેન્દ્ર પટેલ દ્વારકાના પ્રવાસે, જગત મંદિરમાં કરશે દર્શન
દેવભૂમિ દ્વારકા ખાતે આવતીકાલે તારીખ 22 જૂલાઈના રોજ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ મુલાકાત લેવાના છે ત્યારે આ માટે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. મુખ્યમંત્રી દેવભૂમિ દ્વારકા ખાતે જગત મંદિરના દર્શન કરશે. ઉપરાંત એવી શકયતાઓ પણ છે કે મુખ્યમંત્રી સહપરિવાર જગત મંદિરના દર્શન કરશે. આ ઉપરાંત મુખ્યમંત્રી શિવરાજપુર બીચ ખાતે ચાલી રહેલા કામનું નિરિક્ષણ કરશે. શિવરાજપુર બીચ ખાતે ચાલી રહેલી ડેવલપમેન્ટની કામગીરીનું નિરીક્ષણ કર્યા બાદ તેઓ અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પણ આપશે. જેને લઈ તંત્રએ તડામાર તૈયારીઓ કરી રહ્યું છે.
CM બન્યા બાદ પ્રથમ વખત આવશે, અગાઉ ત્રણ વાર કાર્યક્રમ રદ્દ થયા
મુખ્યમંત્રી બન્યા બાદ ભૂપેન્દ્ર પટેલ સૌ પ્રથમવાર 22 જુલાઈ શુક્રવારના રોજ યાત્રાધામ દ્રારકાના મુખ્ય જગતમંદિરમાં દ્રારકાધીશના દર્શન કરશે. અષાઢીબીજના મુખ્યમંત્રીના પરીવાર દ્રારા દ્રારકાધીશના મંદિરમાં ધજારોહણ કરવામાં આવ્યુ હતુ. અગાઉ ત્રણ વખત દ્રારકા મંદિરના કાર્યકમનુ આયોજન કરવામાં આવ્યુ પરંતુ ત્રણેય વખત કાર્યકમ રદ થયા હતા.
મુખ્યમંત્રીની સુરક્ષા માટે તંત્ર ખડેપગે, 1000 પોલીસ જવાનોનો લોખંડી બંદોબસ્ત
મુખ્યમંત્રી પદ પર આવ્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રથમવાર જગતમંદિર ખાતે દર્શન માટે પહોંચવાના છે, ત્યારે તંત્રએ જિલ્લા કલેક્ટરથી માંડીને ડીવાયએસપી સહિતના અધિકારીઓ સાથે મળીને સુરક્ષા વ્યવસ્થાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી છે. મુખ્યમંત્રી જિલ્લાની મુલાકાત લેવાના છે, 1 એસપી, 6 ડીવાયએસપી, 16 પીઆઈ, 40 પીએસઆઈ તેમજ 900 જેટલા પોલીસ જવાનો, જીઆરડીના જવાનો, એસઆરડીના જવાનો, અને હોમગાર્ડના જવાનોનો સ્ટાફ ફરજ ઉપર ખડેપગે છે.
હેલીપેડથી ઉતર્યા બાદ સીધા જ પહોંચશે ઠાકોરજીના દર્શન માટે
મુખ્યમંત્રીના આગમનને લઈને સ્થાનિક, દ્રારકાના અધિકારીઓ, કર્મચારીઓ, પોલીસ અધિકારી, દેવસ્થાન સમિતી સહીતની ટીમ દ્રારા સમિક્ષા બેઠક કરવામાં આવી છે. મુખ્યમંત્રી હવાઈમાર્ગે 12 વાગ્યની આસપાસ દ્રારકા આવી પહોંચશે. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ હેલિકોપ્ટર દ્વારા દ્વારકા હેલીપેડ ખાતે ઉતરાણ કરશે. ત્યારબાદ સીધા જગત મંદિરે પહોંચશે અને દ્વારિકાધીશ જગત મંદિરે પૂજા અર્ચના કરી દર્શન કરશે. ત્યારબાદ તેઓ શિવરાજપુર બીચ ખાતે ચાલી રહેલી ડેવલપમેન્ટની કામગીરીનું નિરીક્ષણ કરશે અને અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપશે. નોંધનીય છે કે જિલ્લામાં આગામી દિવસો દરમિયાન ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે, ત્યારે તંત્ર દ્વારા વરસાદને પહોંચી વળવા માટેની તૈયારીઓ પણ કરવામાં આવી છે.
તમામ સ્થળોએ વહીવટી અધિકારીઓ અને સુરક્ષા કર્મચારીઓ દ્રારા ચકાસણી
શુક્રવારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્રારકા, દ્રારકાધીશ મંદિર અને બાદમાં શિવરાજપુર બીચની મુલાકાત લેશે. જેને લઈને દેવભૂમિ દ્રારકા જીલ્લા વહીવટી તંત્ર દ્રારા મુખ્યમંત્રીને આવકારવાની તૈયારીઓ કરવામાં આવી છે. મુખ્યમંત્રી રૂકમણી મંદિર પાસે આવેલા હેલીપેડ ખાતે ઉતરશે અને પછી જગતમંદિરમાં દર્શન કરવાના જવાના છે. જે તમામ સ્થળોએ વહીવટી અધિકારીઓ અને સુરક્ષા કર્મચારીઓ દ્રારા ચકાસણી કરવામાં આવી છે.