અમદાવાદગુજરાતટોપ ન્યૂઝ

અમદાવાદ અને વડોદરામાં ITનું મેગા ઓપરેશનઃ 27 જગ્યાએ ટીમો ત્રાટકી

અમદાવાદ, 18 મે 2024, ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પૂર્ણ થતાં જ આવકવેરા વિભાગ એક્શનમાં આવી ગયો છે. બીજી તરફ CID ક્રાઈમ પણ સક્રિય થઈ ગઈ છે. ત્યારે તાજેતરમાં સુરતમાં ટેક્સ્ટાઈલના મોટા ગ્રુપ પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. હવે વડોદરા અન અમદાવાદમાં ખુરાના ગ્રુપ સાથે સંકળાયેલા લોકોની આવકવેરા વિભાગને માહિતી મળી હતી. જેમાં કેટલાક ટ્રાન્જેક્શન અને બેનામી મિલકત વિશેની વિગતો હતી. જેના આધારે આવકવેરા વિભાગે એકસાથે 27 જગ્યાએ રેડ કરીને આજે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. કંપનીના સંચાલકો અને તેમના સ્વજન પાસેથી મહત્વની વિગત અને પેપર અંગે તપાસ કરવામાં આવી રહી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

27 જગ્યાએ રેડ કરીને આજે સર્ચ ઓપરેશન શરૂ કર્યું
આજે અમદાવાદ અને વડોદરામાં ખુરાના ગ્રૂપ અને માધવ કન્સ્ટ્રકશન ઉપર ઇન્કમટેક્સની ટીમ પહોંચી છે. એકસાથે ઓફિસ અને ઘરે દરોડા પાડવામાં આવ્યા છે. વડોદરા અને અમદાવાદમાં ખુરાના ગ્રૂપ સાથે સંકળાયેલા લોકોની માહિતીમાં કેટલાક ટ્રાન્જેક્શન અને બેનામી મિલકત વિશેની વિગતો ઇન્કમટેક્સને મળી હતી. ઇન્કમટેક્સ વિભાગે એકસાથે 27 જગ્યાએ રેડ કરીને આજે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. થોડા સમય પહેલા કેટલાક નાણાકીય વ્યવહારની વિગતો ઇન્કમટેક્સ વિભાગને મળી હતી અને તે દિશામાં પણ હાલ તપાસ કરવામાં આવી રહી છે. વડોદરાના ખુરાના ગ્રૂપના અશોક ખુરાના સહિતના ભાગીદારોને ત્યાં ઇન્કમટેક્સની તપાસ શરૂ કરવામાં આવી છે.

મોટા પ્રમાણમાં બેનામી વ્યવહાર મળે તેવી શક્યતા
અમદાવાદમાં માધવ કન્સ્ટ્રક્શનના સુધીર ખુરાના, વિક્રમ ખુરાના અને આશિષ ખુરાનાને ત્યાં પણ ઇન્કમટેક્સનું સર્ચ ચાલી રહ્યું છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આ સર્ચ બાદ મહત્વના ડોક્યુમેન્ટ અને ટ્રાન્જેક્શનની વિગત બહાર આવે તેવી શક્યતા છે. તેમજ ઘર અને ઓફિસ પર એકસાથે રેડ થતા આગામી સમયમાં ઇન્કમટેક્સ બેંક લોકર અને અન્ય જગ્યાએ પણ તપાસ હાથ ધરશે તેવું જાણવા મળી રહ્યું છે.વડોદરામાં માધવ ગ્રૂપની સુભાનપુરામાં આવેલી સેન્ટ્રલ ઓફિસ પર તપાસ હાથ ધરવામાં આવી છે. આ કંપની બાંધકામ અને સોલાર પેનલનું કામ કરે છે. મોટા પ્રમાણમાં બેનામી વ્યવહાર મળે તેવી શક્યતા છે. વહેલી સવારથી આઇટીના અધિકારીઓ સર્ચ ઓપરેશનમાં જોડાયા છે.

આ પણ વાંચોઃગુજરાતની આંગડિયા પેઢીઓ પર CIDના દરોડા, બોગસ એકાઉન્ટની ફરિયાદના આધારે તપાસ

Back to top button