અમદાવાદઉત્તર ગુજરાતએજ્યુકેશનકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાતવિશેષ

ગુજરાત સહિત દેશભરની મદ્રેસાઓમાં બિન-મુસ્લિમ વિદ્યાર્થીઓની હાજરી અંગે તપાસ

Text To Speech

નવી દિલ્હી, 18 મે, 2024: રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ પંચે ગુજરાત સહિત દેશભરમાં મદ્રેસાની ચકાસણી કરવા સૂચના આપી છે. મદ્રેસાઓમાં બિન-મુસ્લિમ વિદ્યાર્થીઓ પણ ભણતા હોવાના અહેવાલોને પગલે આ ચકાસણી કરવા સૂચના આપવામાં આવી છે. તે અંતર્ગત બાળ અધિકાર સંરક્ષણ પંચે ગુજરાત સરકારના મુખ્ય સચિવને પણ પત્ર લખવામાં આવ્યો છે. આ પત્રના સંદર્ભમાં રાજ્યમાં મદ્રેસાઓની તપાસ શરૂ થઈ હોવાનું જાણવા મળે છે.

ગુજરાતમાં પણ રાજ્યના શિક્ષણ વિભાગે કમિશનર ઓફ સ્કૂલ કચેરી અને પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરીને રાજ્યમાં આવેલી સરકારી અને ગ્રાન્ટેડ કે માન્યતા પ્રાપ્ત મદરેસામાં ભણતા બિનમુસ્લિમ બાળકો બાબતે ભૌતિક ચકાસણી કરવા અને મદરેસાઓનું મેપિંગ કરવા તેમજ મદરેસાઓમાં ભણતા તમામ બાળકો અન્ય સામાન્ય સ્કૂલોમાં નિયમિત શિક્ષણ મેળવે છે કે નહીં તેની તપાસ કરવામાં આવી રહી છે.

શિક્ષણ વિભાગ દ્વારા આ બાબતે કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવ્યો છે, જે અંતર્ગત દરેક ડીઈઓ- ડીપીઓએ અધિકારીઓની ટીમ બનાવીને મદેરસાઓમાં ભૌતિક ચકાસણી કરવાની રહેશે. ઉપરાંત બિનમુસ્લિમ બાળકો કેટલા છે અને મદરેસાઓમાં ભણતા બાળકો અન્ય સ્કૂલમાં નિયમિત શિક્ષણ મેળવે છે કે નહીં તેની તપાસ કરવામાં આવશે.

ગુજરાત સરકાર દ્વારા અપાયેલી મદ્રેસાઓની યાદી મુજબ હાલ રાજ્યમાં નોંધાયેલી હોય તેવી કુલ 1128 મદરેસા છે. આ મદ્રેસાઓમાં સર્વે હાથ ધરવામાં આવ્યો છે. અમદાવાદમાં પણ અલગ- અલગ મદ્રેસામાં જિલ્લા શિક્ષણ અધિકારીઓની ટીમ સર્વે કરી રહી છે. દરેક મદ્રેસામાં 2 સભ્યોની ટીમે સર્વે હાથ ધર્યો છે. તમામ મદ્રેસાઓમાં પહોંચી નિયત ફોર્મ ભરવામાં આવી રહ્યું છે. જાણકારી મુજબ અમદાવાદ શહેર અને જિલ્લાઓ મળી કુલ 205 મદ્રેસામાં કાર્યરત છે.

મળતી માહિતી મુજબ આ સર્વેક્ષણ હેઠળ કુલ 11 મુદ્દાઓની તપાસ કરવામાં આવી રહી છે. જેમાં, મદ્રેસા સંચાલકનું નામ અને ટ્રસ્ટ કે સંસ્થાનું નામ, કઈ સંસ્થાની મંજૂરી છે તેની વિગત, શિક્ષકોને કઈ રીતે પગાર ચૂકવવામાં આવે છે તેની માહિતી એકઠી કરવા સૂચના આપવામાં આવી છે. ઉપરાંત મદ્રેસાઓમાં અભ્યાસના સમય સહિતની માહિતી પણ એકત્ર કરવા જણાવવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ ભારતીય વિદ્યાર્થીઓએ બહાર ન નીકળવું કિર્ગિસ્તાનમાં પાકિસ્તાની વિદ્યાર્થીઓ પર હુમલો, ભારતે એડવાઈઝરી કરી જારી

Back to top button