હવામાન વિભાગ દ્વારા જારી કરાતા એલર્ટનો શું થાય છે અર્થ જાણો
HD ન્યુઝ ડેસ્ક, 17 મે: આ દિવસોમાં દેશના અનેક રાજ્યોમાં ગરમીએ કહેર મચાવી છે. ત્યારે, કેટલાક રાજ્યોમાં વાવાઝોડા સાથે વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, છત્તીસગઢ, તેલંગાણા, આંધ્રપ્રદેશના કેટલાક ભાગોમાં હળવો વરસાદ અને કેટલાક અન્ય ભાગોમાં મધ્યમ વરસાદની સંભાવના છે. કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. આ સિવાય કેટલીક જગ્યાએ 40 થી 50ની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે. આવી સ્થિતિમાં, તમે ઘણી વખત જોયું હશે કે હવામાન વિભાગ કલર કોડ દ્વારા હવામાનની આગાહી આપે છે, તો જાણીએ કે આ કલર કોડ કેવી રીતે તૈયાર થાય છે અને શું છે તેનો અર્થ?
આ કલર કોડથી ચેતાવણીની સિસ્ટમ વિશે
હવામાન વિભાગ જ્યારે પણ કલર કોડથી હવામાનની ચેતાવણી આપે છે ત્યારે તેના અલગ-અલગ અર્થ થતા હોય છે.
ગ્રીન એલર્ટ – જ્યારે હવામાન વિભાગ ગ્રીન એલર્ટના માધ્યમથી હવામાનનું અનુમાન જણાવે છે જેનો અર્થ છે કે કોઈ ગંભીર વાતાવરણ નથી અને કોઈ સલાહ જારી કરાઈ નથી.
યલો એલર્ટ– હવામાન વિભાગ જ્યારે યલો એલર્ટ જાહેર કરે છે ત્યારે તેનો અર્થ થાય છે કે તમારે તમારા વિસ્તારના વાતાવરણથી સાવધાન રહેવું જોઈએ. સરળ શબ્દોમાં કહીએ તો યલો એલર્ટ પ્રમાણે, 7.5 થી 15 mm સુધી વરસાદ પડી શકે છે.
ઓરેન્જ એલર્ટ– મહત્તમ 33mm સુધી વરસાદ પડી શકે છે. આ એલર્ટથી અસરગ્રસ્ત વિસ્તારોમાં પુરની શક્યતાની ચેતાવણી અપાય છે. આ સ્થિતિમાં ઘરની બહાર નીકળવાનું ટાળવું જોઈએ.
રેડ એલર્ટ– જ્યારે કોઈ વિસ્તારમાં કે એક સાથે ઘણા બધા વિસ્તારોમાં ભારે વરસાદ થાય છે, ત્યારે રેડ એલર્ટ જારી કરવામાં આવે છે. આનાથી ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના દર્શાવવામાં આવે છે. આ દરમિયાન 33mmથી વધુ વરસાદ થવાની સંભાવના રહે છે. આ સાથે જ પહાડી વિસ્તારોમાં ભુ-સ્ખલનની પણ સંભાવના રહે છે. આ સ્થિતિમાં ભારે પવન પણ ફુંકાઈ શકે છે. આ સ્થિતિમાં ઘરની બહાર ન નીકળવાની ચેતાવણી આપવામાં આવે છે.
આ પણ વાંચો: UN તરફથી ભારત માટે સારા સમાચાર… અર્થવ્યવસ્થાના વિકાસનો અંદાજ વધ્યો, ઝડપ બુલેટ કરતા પણ ઝડપી હશે!